અમદાવાદ, 29 જાન્યુઆરીઃ નિફ્ટીએ સપ્તાહની બોટમની સરખામણીએ 21250નું હાયર બોટમ બનાવવા સાથે વીકલી બોટમથી 1.1 ટકાના નેગેટિવ ટ્રેન્ડ સાથે માર્કેટ સેન્ટિમેન્ટ થોભો અને રાહ જુઓનું હોવાનો સંકેત આપી દીધો છે. 21700 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળતા પણ એ બાબતનો સંકેત આપે છે કે, માર્કેટમાં બાઇંગ સપોર્ટની ગેરહાજરી છે. તે જોતાં રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ લેવલ 21247- 21141 પોઇન્ટ અને 21459- 21565 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.

ઇન્ટ્રા-ડે વોચઃ ઇરેડા, આઇએફસીઆઇ, એચએફસીએલ, આઇટીસી, જિયો ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લૌરસ લેબ, પેટીએમ, પ્રિસિઝન વાયર, એસબીએફસી, યસ બેન્ક.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 44484- 44101, રેઝિસ્ટન્સ 451994- 45521

Weekly Equity Coverage: ઇક્વિટી માર્કેટ્સમાં અવઢવની સ્થિતિ જારી રહેશે

સાપ્તાહિક સ્નેપશોટ: વિદેશી સંસ્થાઓની વેચવાલી વચ્ચે ભારતીય ઇક્વિટી માર્કેટ્સ સતત બીજા સપ્તાહે રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. કંપનીઓની Q3 કમાણીની જાહેરાતોને પગલે નાણાકીય ક્ષેત્રે અનિશ્ચિત દબાણ જોવા મળ્યું હતું.

સાપ્તાહિક ફંડ-પ્રવાહ પ્રવૃત્તિઓ: FII એ સપ્તાહ દરમિયાન રૂ. 12194.3 કરોડની ઇક્વિટી વેચી હતી. જ્યારે DII એ સપ્તાહ દરમિયાન રોકડ સેગમેન્ટમાં રૂ. 9702.0 કરોડની ઇક્વિટી ખરીદી છે.

ઇન્ડાઇસિસ એટ એ ગ્લાન્સ: નિફ્ટી 50 1.02 ટકાના નુકસાન સાથે રેડ ઝોનમાં બંધ થયો છે. નિફ્ટી બેંક 2.59 ટકાની ખોટ સાથે રેડ ઝોનમાં અંડર પરફોર્મન્સ આપીને બંધ રહ્યો હતો.

મેક્રો ડેટા: ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ ઈંગ્લેન્ડની નાણાકીય નીતિઓ, યુએસ નોનફાર્મ પેરોલ્સ અને મુખ્ય અર્થતંત્રોમાંથી ઉત્પાદન PMIs આગામી સપ્તાહ માટે સુનિશ્ચિત મેક્રો ઇવેન્ટ્સ છે.

સાપ્તાહિક આઉટલૂક: આગામી સપ્તાહ દરમિયાન બજાર સેન્ટિમેન્ટ અસ્થિર રહેવાની છે. ભારતીય ઇક્વિટી મુખ્ય વૈશ્વિક કેન્દ્રીય બેન્કોની નાણાકીય નીતિઓ અને ભારતના વચગાળાના બજેટ સંબંધિત જાહેરાતો પર કેન્દ્રિત રહેવાની અપેક્ષા રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)