અમદાવાદ, 11 માર્ચઃ ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ કંપની એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ એન. પટેલની નિયુક્તિ કરી છે. પ્રિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ થયા તે પૂર્વે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) પદે હતા. નિમેષ પટેલે તેમના ભાઈ તથા પ્રિયમના પિતા સ્વ. નિલેશ પટેલની સાથે મળીને અમદાવાદમાં 1992માં  એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. પ્રિયમ બિઝનેસ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને ડાયનેમિક અભિગમ ધરાવે છે. એન.કે. પ્રોટિન્સ સાથેની તેમની સફર 21 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરથી માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું છે. ઉપરાંત પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે લંડન સ્કૂલ ઓફ બિઝનેસ, આઈએસબી હૈદરાબાદ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ-એ) અને માઈકા, અમદાવાદથી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો પણ અભ્યાસ કર્યો છે. તેમણે સિમ્બાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ (એસસીએમએસ)થી કોર્પોરેટ મેનેજમેન્ટમાં તેમનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂરો કર્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)