નોર્ધન આર્ક કેપિટલે IPO માટે DHRP ફાઇલ કર્યુ
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ ડાયવર્સિફાઇડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્લેટફોર્મ નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.
કંપની રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને 21,052,629 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફરના દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દ્વારા IPO થકી ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.
નોર્ધન આર્કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) ફાઇનાન્સિંગ, માઇક્રોફાઇનાન્સ (એમએફઆઈ), કન્ઝ્યુમર ફાઇનાન્સ, વ્હીકલ ફાઇનાન્સ, અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ અને એગ્રીકલ્ચરલ ફાઇનાન્સ જેવા ભારતના ચોક્કસ ક્ષેત્રોમાં ધિરાણ ઉપલબ્ધ કરવાવવાની નિપુણતા વિકસાવી છે. નોર્ધન આર્ક છેલ્લા 13, 14 અને 8 વર્ષથી અનુક્રમે એમએસએમઈ, એમએફઆઈ અને કન્ઝ્યુમર ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરી રહી છે. નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ઓનવર્ડ લેન્ડિંગ માટેની ભવિષ્યની મૂડી જરૂરિયાતો માટે ઇશ્યૂથી મળનારા નાણાંકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.
લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)