અમદાવાદ, 5 ફેબ્રુઆરી: સોલર સિસ્ટમ ઉત્પાદક અલ્પેક્સ સોલર લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 109-115ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 8 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 14 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. કંપનીના શેર્સ

ગુરૂવાર, 08 ફેબ્રુઆરીના રોજ ખૂલશે. એન્કર પોર્શન બુધવાર, 07 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ સોમવાર, 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરમાંથી આશરે રૂ. 74.52 કરોડ (અપર બેન્ડ) ઊભા કરવાનો તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 109થી રૂ. 115 નક્કી કરાયો છે અને લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સનો રહેશે.

લીડ મેનેજર્સઃ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર અને સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે.

IPOમાં બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,80,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. એન્કર પોર્શન માટે 18.45 લાખ ઇક્વિટી શેર્સ, માર્કેટ મેકર માટે 3.24 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 9.24 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 12.31 લાખ શેર્સ અને રિટેઇલ (આરઆરઆઇ) પોર્શન માટે 21.55 લાખ ઇક્વિટી શેર્સની ફાળવણી કરાઇ છે.

ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ એક નજરે

અલ્પેક્સ સોલર IPOમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 19.55 કરોડનો ઉપયોગ તેની વર્તમાન સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓને અપગ્રેડ કરવા અને તેના વિસ્તરણ માટે કરવાની યોજના ધરાવે છે તથા ક્ષમતા 450 મેગાવોટથી વધીને 1.2 ગીગાવોટ કરવા માગે છે. રૂ. 12.94 કરોડનો ઉપયોગ તેના સોલર મોડડ્યુલ માટે સોલર મોડ્યુલ એલ્યુમિનિયમ ફ્રેમ માટે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા, રૂ. 20.49 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા બાકીની રકમ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપની મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સેલ ટેક્નોલોજી બંન્નેનો ઉપયોગ કરીને પીવી મોડ્યુલ્સનું ઉત્પાદન કરે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં બાયફેસિયલ, મોનો-પર્ક અને હાફકટ સોલર પીવી મોડ્યુલ્સ સામેલ છે. તે સોલર એનર્જી સોલ્યુશન્સની વિશાળ શ્રેણી પણ ઓફર કરે છે, જેમાં એસી-ડીસી સોલર પંપ્સના સરફેસ અને સબમર્સિબલ કેટેગરીમાં એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) સામેલ છે.

અલ્પેક્સ સોલરની સ્થાપના વર્ષ 1993માં અશ્વની સેહગલ, મોનિકા સેહગલ અને વિપિન સેહગલે કરી હતી, જેઓ એન્જિનિયરમાંથી ઉદ્યોગસાહસિક બન્યાં હતાં. અશ્વની છેલ્લાં 11 વર્ષથી ઇન્ડિયન સોલર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આઇએસએમએ)ના પ્રેસિડેન્ટ પણ છે. કંપનીએ વર્ષ 2007માં સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કર્યો હતો તથા ગ્રેટર નોઇડામાં 450 મેગાવોટની ક્ષમતા સાથે 7,700 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં અદ્યતન પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું. આ સમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ક્ષમતાને વધારીને 2 ગીગાવોટ કરી શકાય તેમ છે. તેની આરએન્ડડી ક્ષમતાઓ તથા ઉત્પાદન ઉત્કૃષ્ટતા અને પ્રતિભાશાળી કર્મચારીઓ સાથે કંપની પસંદગીના પીવી પેનલ પૈકીની એક તરીકે ઉભરી આવી છે. કંપની પાસે 196થી વધુ કર્મચારીઓ છે, જેમાં સોલર સેક્ટરમાં બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશ્નલ્સ સામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)