અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ અદાણી સમૂહનો  ગુજરાતમાં કચ્છના મુંદ્રા ખાતે ફક્ત એક જ સ્થળ ઉપર USD 1.2 બિલિયનના મૂડી રોકાણથી. નિર્માણ પામી રહેલો વિશ્વનો સૌથી મહાકાય તાંબાનો ઉત્પાદન પ્લાન્ટ ધાતુ (મેટલ)ના ઉત્પાદન માટેના પ્રથમ તબક્કાની કામગીરી આગામી મહિને હાથ ધરાશે. અદાણી નેચરલ રીસોર્સઝના સી.ઇ.ઓ. અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.વિનય પ્રકાશે આ માહિતી આપતા કહ્યું હતું કે તાંબા ઉત્પાદનની આ સુવિધા હેઠળ પ્રથમ તબક્કકાની કામગીરીનો આવતા માર્ચ માસના અંત સુધીમાં આરંભ કરવામાં આવશે અને નાણાકીય વર્ષ-૨૯ના માર્ચ મહિના સુધીમાં એક મિલિયન ટનની ક્ષમતા હાંસલ કરવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનો માટેનું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, .સોલર ફોટોવોલ્ટેઈક્સ (PV), પવન અને બેટરી જેવા ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓમાં તાંબાની જરૂર પડે છે.

અદાણી સમૂહની મુખ્ય અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL)ની પેટા કંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં વાર્ષિક એક મિલિયન ટનની ક્ષમતા સાથે રિફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે. કચ્છ કોપર લિ.એ. વાર્ષિક ૫ લાખ ટનની ક્ષમતાના પ્રથમ તબક્કા માટે  જૂન -૨૨ માં સિન્ડિકેટેડ ક્લબ લોન દ્વારા ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું હતું.

ભારતનો અંદાજે માથાદીઠ તાંબાનો વપરાશ વૈશ્વિક સરેરાશ ૩.૨ કિગ્રાની તુલનામાં ૦.૬ કિગ્રાનો છે. દેશમાં નાણા વર્ષ-૨૩માં ૭,૫૦ લાખ ટન તાંબાનો વપરાશ થયો હોવાનો અંદાજ છે (વર્ષ -૨૨માં 612 KT).ગ્રીન એનર્જી ઉદ્યોગની ભારે માંગને પગલે ૨૦૨૭ સુધીમાં આ આંકડો વધીને ૧.૭ મિલિયન ટન થવાની ધારણા છે.

કંપની પાસે તાંબાની આયાત કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સંસાધનો છે અને .અદાણીને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોની માંગ અવિરત  પૂરી કરવા માટે પશ્ચિમ તટ વધારાનો સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે. કોપર કેથોડ્સ અને સળિયા તેમજ સોના, ચાંદી, સેલેનિયમ અને પ્લેટિનમ જેવી મૂલ્યવાન આડપેદાશોનું  કચ્છ કોપર ઉત્પાદન કરશે. વધુમાં ફોસ્ફેટિક ખાતરો, ડિટર્જન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, વિશેષ રસાયણો, કાગળ અને સુગર બ્લીચિંગ અને વોટર ટ્રીટમેન્ટના ઉત્પાદન માટે મુખ્ય કાચો માલ એવા સલ્ફ્યુરિક એસિડનું આ સંકલિત સંકુલ  ઉત્પાદન કરશે. તેમણે કહ્યું કે ભારત આશરે ૨૦ લાખ ટન સલ્ફ્યુરિક એસિડની આયાત કરે છે. પ્રથમ તબક્કામાં લગભગ ૨૫ ટન સોનું, ૨૫૦ ટન ચાંદી, ૧.૫ મિલિયન ટન સલ્ફ્યુરિક એસિડ અને ૨૫૦,૦૦૦ ટન ફોસ્ફોરિક એસિડ જેવી આડપેદાશો સાથે આ પ્લાન્ટ વાર્ષિક ૫૦૦,૦૦૦ ટન શુદ્ધ કોપરનું ઉત્પાદન કરશે. બીજા તબક્કાના વિસ્તરણથી રિફાઈન્ડ કોપરની ક્ષમતા વાર્ષિક ૧ મિલિયન ટન સુધી વધશે. પ્રથમ તબક્કાના કોપર સંકૂલનું બાંધકામ આગળના તબક્કામાં છે અને પ્લાન્ટ .૨૦૨૪માં કાર્યરત થવાની અપેક્ષા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)