રાજેશ પાવરને UGVCL તરફથી રૂ. 921.89 કરોડના ઓર્ડર્સ મળ્યા

અમદાવાદ,20 ઓક્ટોબર: પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં અગ્રણી ઈપીસી કોન્ટ્રાક્ટર્સ પૈકીની એક રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડને ગુજરાતની સરકાર હસ્તકની પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) તરફથી રૂ. 921.89 કરોડના મૂલ્યના (કરવેરા સહિત) નવા ઓર્ડર્સ મળ્યા છે.

આ ટર્નકી પ્રોજેક્ટ્સ ગુજરાતના વિવિધ સ્થળો જેમકે હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને યુજીવીસીએલ હસ્તકના સાબરમતી સર્કલ ખાતે હાલના 11kV HT ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમમાં ફેરવવા અને 11kV મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (MVCC) ઇન્સ્ટોલ કરવા સાથે સંબંધિત છે.

રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે યુજીવીસીએલ સાથે ભાગીદારી કરવા બદલ અમે આભારી છીએ, જે દર્શાવે છે કે અમે ગુજરાતમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. વિશ્વસનીય પાવર સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અમારી કુશળતાનો ઉપયોગ કરીને, અમે પ્રદેશની ઊર્જાની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવાનો લક્ષ્ય રાખીએ છીએ. અમે રાજ્યના વિકસતા ઊર્જા ક્ષેત્રે અર્થપૂર્ણ રીતે યોગદાન આપવા માટે આતુર છીએ.

ગયા મહિને રાજેશ પાવર સર્વિસીસને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડના તેમજ સરકારી અને ખાનગી ગ્રાહકોના મિશ્રણ ધરાવતા 400 kV GIS સેગમેન્ટના રૂ. 278 કરોડના નોંધપાત્ર ઓર્ડર્સ મળ્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)