રિલાયન્સ ટોપ- ટૂ બોટમ સફર એટ એ ગ્લાન્સ

વર્ષની બોટમ2180 (20-3-23)
ઐતિહાસિક ટોચ2770 (11-7-23)
સાડા ત્રણ માસમાં ઉછાળો580
સાડા ત્રણ માસમાં ઉછાળો26.60%

અમદાવાદ, 11 જુલાઇઃ શેરબજારનો સિંહ ફરી જાગૃત થયો છે….!! Reliance Industries ફરી સુસ્તી ખંખેરીને તેજીના શિકારી તરીકે ઊભરી રહ્યો છે. બુધવારે અતિ મહત્વની ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી 2755 ક્રોસ કરવા સાથે રૂ. 29.15ના ઉછાળા સાથે 2764.30ની સપાટીએ બંધ રહ્યો છે. મોટાભાગના માર્કેટ નિષ્ણાતો, ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ તેમજ અનુભવીઓ આગાહી કરી રહ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફન્ડામેન્ટલ્સ અને માર્કેટ ફેન્સી તેને ઐતિહાસિક ટોચ સુધી લઇ જવામાં મદદરૂપ થશે અને શેર એક વર્ષની મુદતમાં રૂ. 3500ની સપાટી સુધી સુધરવાના ચાન્સિસ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, તા. 20 માર્ચ-2023ના રોજ શેરે રૂ. 2180ની વર્ષની બોટમ બનાવી  હતી. પરંતુ માત્ર સાડા ત્રણ માસમાં જ શેરે રૂ. 580ના ઊછાળા સાથે રૂ. 2770ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.

વિવિધ બ્રોકરેજ હાઉસના મત રિલાયન્સ ટાર્ગેટ

બ્રોકરેજ હાઉસટાર્ગેટ
બીઓબી કેપિટલ3075
જેએમ ફાઇનાન્સ2900
Berstein 3200
Jefferies3450
Goldman Sachs4200

વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા સમયાંતરે ડેવલોપ થઇ રહેલી ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને રિલાયન્સના શેરનો ટાર્ગેટ રૂ. 3000- 3500 સુધીનો આપવામાં આવી રહ્યો છે. તે જોતાં જે રોકાણકારોએ નીચા ભાવે ખરીદ્યા હોય તેમણે હોલ્ડ કરવાની અને જેમણે ખરીદવા હોય તેમણે જે તે દિવસના ભાવની ખરીદીના 10 ટકા સ્ટોપલોસ સાથે ખરીદવાની સલાહ માર્કેટ નિષ્ણાતો તરફથી મળી રહી છે.

સેન્સેક્સ 273 પોઈન્ટ વધ્યો, નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 19515 પોઇન્ટની સપાટી નોંધાવીઃ

વિગતસેન્સેક્સનિફ્ટી
ખૂલી6559919427
વધી6587019515
ઘટી6551719406
બંધ6561819439
સુધારો27483.50
સુધારો0.42 ટકા0.43 ટકા

અમદાવાદ, 11 જુલાઇઃ બુધવારે ભારતીય શેરબજારોની સ્થિતિ રેન્જ બાઉન્ડ રહેવા સાથે સાધારણ સુધારાની ચાલ આગળ વધતી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 273 પોઈન્ટ વધીને 65,617.84 પર સમાપ્ત થયો હતો. નિફ્ટી 83.50 પોઈન્ટ વધીને 19,439.40 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 19 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી સન ફાર્મા 2.48 ટકા, મારૂતિ 1.77 ટકા, ટાટા મોટર્સ 1.63 ટકા, નેસ્લે 1.56 ટકા, આઇટીસી 1.53 ટકા, ઇન્ફોસિસ 1.51 ટકા, એશિયન પેઇન્ટ 1.49 ટકા, ટાઇટન 1.32 ટકા ટેક મહિન્દ્રા 1.30 ટકા, લાર્સન 1.24 ટકા, મહિન્દ્રા 1.21 ટકા, પાવરગ્રીડ 1.16 ટકા, રિલાયન્સ 1.07 ટકા અને હિન્દ યુનિલિવર 1.02 ટકાના સુધારા સાથે રહ્યા હતા. જ્યારે એચસીએલ ટેક, એક્સિસ બેન્ક અને બજાજ ફાઇનાન્સ 1.25 ટકા ઘટાડા સાથે રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30 1911 
બીએસઇ360219351549

સેન્સેક્સ સવારે 65598.65 પોઇન્ટના મથાળે ગેપઅપથી ખુલ્યા બાદ એક તબક્કે સુધરી 65870.59 પોઇન્ટ અને ઘટી 65517.57 પોઇન્ટ થયા બાદ છેલ્લે 65617.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઇ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે 1892 શેર વધવા સામે 1496 શેર ઘટ્યા અને 117 શેર યથાવત રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 1 ટકા આસપાસ વધવા સાથે માર્કેટસેન્ટિમેન્ટ ઓવરઓલ સુધારાનું રહ્યું હતું.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)