મુંબઈ, 10 ફેબ્રુઆરીઃ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ્સ લોન્ચ કરી છે, જે એક કરવેરા સક્ષમ પેન્શન પ્રોડક્ટ છે જેનાથી ગ્રાહક નાણાંકીય રીતે સ્વતંત્ર નિવૃત્ત જીવન જીવવા માટે પદ્ધતિસર યોગદાન આપીને ઇચ્છિત નિવૃત્તિ ભંડોળ ઊભું કરી શકે છે.

આ પ્રોડક્ટ ગ્રાહકને રોકેલી મૂડીની સુરક્ષા, કોમ્પ્લીમેન્ટ્રી હેલ્થ ચેક અપ અને આંશિક ઉપાડની સુવિધા આપે છે. તરલતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગ્રાહકો ત્રણ વર્ષના ગાળા પછી તેમણે ભરેલી રકમના 25 ટકા સુધીની રકમ ઉપાડી શકે છે. આ ઉપરાંત જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે વાર્ષિક બોનસ વધુ ભંડોળ તથા તેના પગલે એન્યુઈટી ઊભી કરવાની સંભાવના ધરાવે છે. ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ્સ પ્રોડક્ટ મેચ્યોરિટી પર ગ્રાહકોને તેમની ભેગી થયેલી બચતના 60 ટકા સુધીની રકમ ઉપાડવા તથા બાકીની રકમમાંથી જીવનભર નિયમિત પેન્શન મેળવવા માટે સશક્ત બનાવે છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર અમિત પાલ્ટાએ જણાવ્યું હતું કે કરવેરા સક્ષમ પ્રોડક્ટ એવી ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેથી ગ્રાહકો નાણાંકીય રીતે સ્વતંત્ર થવા માટે નિયમિત રકમ જમા કરાવીને તેમનું ઇચ્છિત નિવૃત્તિ ભંડોળ ઊભું કરી શકે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)