| સેમ્કો સીક્યોરિટીઝ S&P 500 સ્ટોક, NASDAQ 100 સ્ટોક and 100 ETFs સહિત 700થી વધારે આંતરરાષ્ટ્રીય સીક્યોરિટી પર સંશોધનાત્મક ઉપયોગી જાણકારી પ્રદાન કરશે | 3-મહિના, 6-મહિના, 12-મહિના અને લાંબા ગાળા માટે તમામ સ્ટોક અને ETFsની વૈજ્ઞાનિક, અલ્ગોરિધમિક ભલામણો કરનાર ભારતની પ્રથમ બ્રોકર બની, જેને સ્માર્ટ સ્ટોક લિસ્ટ અને સ્માર્ટ ETF લિસ્ટનું પીઠબળ છે, એ જ સેમ્કો ટ્રેડિંગ એપની અંદર |
| સેમ્કોના રોકાણકારો ભારતીય ઇક્વિટી, ડેરિવેટિવ અને મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રેડિંગ કરી રહ્યાં છે, જેઓ હવે સિંગલ ટેપ સાથે ભારતીય બજારમાંથી અમેરિકન બજારમાં સ્વિચ થઈ શકે છે, પાંચ મિનિટમાં US KYC પૂર્ણ કરી શકે છે અને 1 ડોલર જેટલાં નાનાં રોકાણ સાથે આંશિક ભાગીદારી સાથે રોકાણ શરૂ કરી શકે છે | ભારતીય રોકાણકારો માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણ કરવાનું વૈકલ્પિક પસંદગી રહ્યું નથી, પરંતુ છેલ્લાં 16 વર્ષમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનાં મૂલ્યમાં 50 ટકાથી વધારેનો ઘટાડો થવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણ કરવું જરૂરિયાત બની ગયું છે |
નેશનલ, 12 જૂન, 2026 : અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ ટેકનોલૉજી પ્લેટફૉર્મ સેમ્કો સીક્યોરિટીઝે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA) પાસેથી બ્રોકર-ડીલર લાઇસન્સની મંજૂરી મળ્યા પછી આજે એની ગ્લોબલ ઇન્વેસ્ટિંગ ઑફર લૉંચ કરવાની જાહેરાત કરી હતી. આ મંજૂરીની સાથે ભારતીય રોકાણકારો સેમ્કો સીક્યોરિટીઝની સેમ્કો ટ્રેડિંગ એપ મારફતે અમેરિકામાં લિસ્ટેડ સ્ટોક અને ETFsમાં રોકાણ કરી શકશે. આ એપ ગિફ્ટ સિટીથી સંચાલિત એક નિયમનકારક અને સંશોધન આધારિત પ્લેટફૉર્મ છે.
જ્યારે ભારતીય રોકાણકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણ કરવાનો રસ વધી રહ્યો છે, ત્યારે આ એપ લૉન્ચ થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારો સુધી રોકાણકારોની પહોંચ સરળ થઈ ગઈ હોવા છતાં એક મૂળભૂત પડકાર હજુ પણ યથાવત્ છે – રોકાણકારો દુનિયાના લગભગ કોઈ પણ સ્ટોકની ખરીદી કરી શકે છે, પરંતુ રોકાણ કરવા લાભદાયક તક કઈ છે એની ઓળખ કરવામાં મદદરૂપ થતાં પ્લેટફૉર્મ બહુ ઓછા છે. સેમ્કોનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચની સાથે સાથે સંસ્થાગત સ્તરનું સંશોધન અને રોકાણનું માર્ગદર્શન આપીને એ ખામીને દૂર કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય ભૂરાજકીય સ્તરે અનિશ્ચિતતામાં વધારા, રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો અને સ્થાનિક પોર્ટફોલિયોમાં કેન્દ્રિત જોખમ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ કરીને વિવિધતા લાવવાની જરૂરિયાત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારોના મૂડીકરણમાં ભારત ફક્ત 3 ટકા હિસ્સો ધરાવે છે, જેથી ભારતીય રોકાણકારો દુનિયાના અનેક મોટા સંપત્તિનું સર્જન કરતા વ્યવસાયો તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકંડક્ટર, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલૉજી અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાનો લાભ લેવાથી વંચિત રહી ગયા છે. આ અત્યાધુનિક ક્ષેત્રો ભારતીય બજારોમાં મર્યાદિત પ્રતિનિધિત્વ ધરાવે છે. સેમ્કોનો આશય આંતરરાષ્ટ્રીય રોકાણ પ્લેટફોર્મ દરરોજ રોકાણકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સુમાહિતગાર રોકાણની સુવિધા આપીને આ અવરોધો દૂર કરવાનો છે.
ફક્ત બજાર સુધીની પહોંચ આપતા અન્ય પ્લેટફૉર્મથી વિપરીત સેમ્કો સીક્યોરિટીઝનું સમાધાન પ્રમાણજનક સંશોધન, રોકાણની ભલામણો, લક્ષિત કિંમતો, સ્ટોપ-લોસનું માળખું અને પોર્ટફોલિયો નિરીક્ષણને એકમંચ પર સમન્વય કરે છે. આ પ્લેટફૉર્મ 700થી વધારે આંતરરાષ્ટ્રીય સીક્યોરિટી પર સંશોધનાત્મક જાણકારી આપે છે, જેમાં S&P 500, NASDAQ 100 અને 100થી વધારે ETFs શામેલ છે. રોકાણકાર 1 ડોલરનું રોકાણ કરીને ફ્રેક્શનલ ઑનરશિપ (આંશિક હિસ્સો) ખરીદી સાથે શરૂઆત કરી શકે છે અને લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) અંતર્ગત હાલની સેમ્કો એપ મારફતે ડિજિટલ માધ્યમથી ઑનબોર્ડિંગ પ્રક્રિયા પૂરી કરી શકે છે.

આ લૉંચ પર સેમ્કો ગ્રૂપના સ્થાપક અને સીઇઓ જિમીત મોદીએ કહ્યું હતું : “સમજદારી સાથે રોકાણ કરવાનો અર્થ એ નથી કે એક બજારને બદલે બીજા બજારની પસંદગી કરવી. એનો સંબંધ હંમેશાં રોકાણમાં વિવિધતા લાવવા સાથે છે. સેમ્કોમાં અમારું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ સંશોધન પર આધારિત હોવું જોઈએ, નહીં કે અટકળો કે ધારણાઓ પર. અમારા પ્લેટફૉર્મ મારફતે રોકાણકારોને 700થી વધારે સીક્યોરિટીઝ પર સંશોધન કવરેજની સુવિધા મળે છે, જેમાં S&P 500 કંપનીઓ, નાસ્ડેક 100માં શામેલ સ્ટોક અને 100થી વધારે ETFs શામેલ છે. આમાંથી ઘણી કંપનીઓ AI, બાયોટેકનોલૉજી અને ઊર્જા ક્ષેત્રની દુનિયામાં મોટું પરિવર્તન લાવી રહી છે તથા ભારતની બહારના બજારોમાં લિસ્ટેડ છે. અમારો ઉદ્દેશ ભારતીય રોકાણકારોને સુવિધા અને ભરોસો એમ બંને પ્રદાન કરવાનો છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધતાસભર પોર્ટફોલિયો બનાવી શકે.”

સેમ્કો સીક્યોરિટીઝના સીઇઓ ઉલ્હાસ જોશીએ કહ્યું હતું : “દુનિયાભરમાં મોટી કંપનીઓ સતત સંપત્તિનું સર્જન કરી રહી છે અને તેમાં વધારો કરે છે. તેમ છતાં ભારતીય પરિવારોની બચતના એક મોટા હિસ્સાનું રોકાણ સ્થાનિક અસ્કયામતોમાં જ થયેલું છે. અમે આંતરરાષ્ટ્રીય રોકાણને એક ટ્રેન્ડ તરીકે નહીં, પરંતુ આધુનિક પોર્ટફોલિયો બનાવવા એક જરૂરી ભાગ તરીકે જોઈએ છીએ. નિયમનકારક પહોંચ, સરળતાપૂર્વક અમલ અને ઉપયોગ કરી શકાય એવા સંશોધનનો સમન્વય કરીને અમે આંતરરાષ્ટ્રીય રોકાણને ભારતીય રોકાણકારો માટે સરળ, વધારે સુમાહિતગાર અને સુલભ બનાવી રહ્યાં છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

