DETAILSOPENLOWHIGHLAST
SENSEX71999718167316273015*
**DIFF.-490-673+673+526
*(બપોરે 2.35 કલાકની સ્થિતિ અનુસાર, આગલાં બંધની સરખામણીમાં)

અમદાવાદ, 19 એપ્રિલ, બપોરે 2.25 કલાક) ઇઝરાયેલ અને ઇરાન બન્નેએ ઇઝરાયેલના ઇરાન ઉપરના હુમલા અંગે રદિયો આપવાના પગલે ભારતીય શેરબજારોમાં ફરી પાછી તેજીની ભરતી જોવા મળી હતી. તેના કારણે એક તબક્કે ગુરુવારના બંધની સરખામણીમાં 490 પોઇન્ટ નીચે અને 673 પોઇન્ટ તૂટી ચૂકેલો સેન્સેક્સ બપોરે 2.35 કલાકે 673 પોઇન્ટની આકર્ષક રિકવરી સાથે 73000ની સપાટી ક્રોસ કરી 73162 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એટલુંજ નહિં, મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. નિફ્ટી-50 પણ 145 પોઇન્ટના ઉછાળા સાથે 22000ની સાયકોલોજિકલ સપાટી તેમજ 22100 પોઇન્ટની મજબૂત ટેકાની સપાટી સાથે 22140 પોઇન્ટની સપાટી આસપાસ રમતો જોવા મળ્યો હતો. સુધારાની ચાલમાં  Bharti Airtel, HDFC Bank, ITC, Bajaj Finance અને M&M અગ્રેસર રહ્યા હતા.

બીજી તરફ એવાં બ્રેકીંગ ન્યૂઝ પણ આવી રહ્યા છે કે, ઇરાને સ્પષ્ટતા કરી છે કે તેમની જમીન ઉપર કોઇ એક્પ્લોશન (ધડાકો) થયો નથી. માટે સામાન્ય રોકાણકારોએ લે-વેચમાં સાવધાની રાખીને હમણાં થોડો સમય થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી કારણકે માર્કેટ ક્યારે ટર્ન લઇ લે અને સુધારાની ચાલ પકડી લે તે પણ કહી શકાય નહિં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)