અમદાવાદ, 28 ડિસેમ્બરઃ GCCI અને Nasscom સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT &AI દ્વારા આજરોજ MSME માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ, ડિજિટલ સોલ્યુશન્સ ડેમો ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે, GCCIના સિનિયર ઉપપ્રમુખ સંદીપ એન્જીનીયરે જણાવ્યું કે આ આયોજન “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના વિઝન ને ફળીભૂત કરવા ખુબ જ અગત્યનું પગલું છે. સહાયક ઈકોસિસ્ટમના મહત્વને સ્વીકારતા, તેમણે સ્ટાર્ટઅપ્સ માટે જરૂરી માળખું અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. Nasscom સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT &AIના વરિષ્ઠ ડિરેક્ટર અને મેન્યુફેક્ચરિંગ વર્ટિકલના વડા અમિત સલુજાએ Nasscomની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પોષવામાં મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે Nasscom ઉભરતા ઉદ્યોગસાહસિકોને જરૂરી સંસાધનો, માર્ગદર્શન અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. સંસ્થા સ્ટાર્ટઅપ્સને તેમના વ્યવસાયને વિકસાવવામાં મદદ કરવા માટે વિવિધ પ્રોગ્રામ્સ અને સંસાધનો પ્રદાન કરે છે.

આ પ્રસંગે 5 સ્ટાર્ટ-અપ્સે ઉત્પાદનો વિશે રજૂઆત કરી હતી

પ્લુટોમેન ટેક્નોલોજીસZbox ટેક્નોલોજીસ
SYSMA ટેક્નોલોજીસઅરિષ્ટિ ઇન્ફોલેબ્સ
ઓટોબિટ્સ લેબ્સ 

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)