મુંબઈ, 28 ડિસેમ્બરઃ જીવન વીમા કંપનીઓ ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ (Tata AIA) ટાટા AIA લાઈફ ફ્લેક્સી ગ્રોથ ફંડ રજૂ કર્યો છે. યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ્સ વિન્ડો સાથેનું ન્યૂ ફંડ ઑફરિંગ (NFO) 31 ડિસેમ્બર, 2023 સુધી રૂ. 10 પ્રતિ યુનિટની NAV પર રોકાણ માટે ખુલ્લી રહેશે.

ડાયનેમિક એલોકેશન: લાર્જ-મીડ અને સ્મોલ કેપ્સમાં આકર્ષણના આધારે જે-તે સમયે ડાયનેમિક રીતે ઓછુ વેઈટેજ કે વધુ વેઈટેજ ધરાવતા શેરોમાં રોકાણ કરવા મંજૂરી આપે છેસેક્ટર મુજબ ઇમ્પ્રૂવાઇઝેશન અને ડાઇવર્સિફિકેશન:સેક્ટરનો અંદાજ સમયાંતરે બદલાય છે; ફ્લેક્સીગ્રોથફંડ આઉટલૂક આધારે રોકાણ માટે ક્ષેત્રોની પસંદગી કરી શકે છે.
સમગ્ર માર્કેટ સાયકલમાં જોખમ ઘટાડવા: માર્કેટ કેપિટલાઇઝેશનમાં નેવિગેટ કરવાની તેની ક્ષમતાને કારણે, ફ્લેક્સી ગ્રોથ ફંડ માર્કેટની વિવિધ સાયકલમાં સારું પ્રદર્શન કરી શકે છેસુપિરિયર રિટર્નનો ટ્રેક રેકોર્ડઃ પાંચ વર્ષમાં, ટાટા AIA ફંડ્સના મલ્ટિકેપ ફંડે 30 નવેમ્બર 2023 સુધીમાં 5-વર્ષના ધોરણે 13.99%ના બેન્ચમાર્ક રિટર્ન સામે 26.07%નું રિટર્ન જનરેટ કર્યું છે

ફ્લેક્સી ગ્રોથ ફંડ લોન્ચ કરતાં ટાટા AIAના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર (CIO) હર્ષદ પાટીલે જણાવ્યું હતું કે, ટાટા AIA ફ્લેક્સી ગ્રોથ ફંડ લાંબા ગાળે મૂડીમાં વધારો કરવા માર્કેટ કેપિટલાઇઝેશનના શેરોમાં રોકાણ કરશે. ફંડનું 70%-100% રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 0%-30% ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરવામાં આવશે.

2022માં ભારત જીડીપીની દૃષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ બન્યો છે અને 2030 સુધીમાં ત્રીજો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાની વ્યાપક અપેક્ષા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)