અમદાવાદ, 12 જુલાઇ

વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે આજે ખુલ્લી મૂકાઇ છે. અને 14 જુલાઈએ બંધ થશે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 23-25ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરી રહી છે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેની બેંકના ટાયર I મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે.

માર્ચ 2023 સુધીમાં, તેનો ટાયર-1 મૂડી આધાર 18.25 ટકાની સમકક્ષ રૂ. 1,844.82 કરોડ હતો. 2016 માં સ્થાપિત, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ એ ભારતમાં એક SFB (સ્મોલ ફાઇનાન્સ બેંક) છે અને નાણાકીય વર્ષ 2019 અને નાણાકીય 2022માં SFBs વચ્ચે રૂ. 50 અબજ કરતાં વધુની AUM સાથે બીજા ક્રમની સૌથી ઝડપી AUM વૃદ્ધિ નોંધાવી છે.

આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ

IPO Open Date12th July 2023
IPO Close Date14th July 2023
Price BandRs 23 to Rs 25 per equity share
Minimum Qty600 Shares (1 Lot)
Maximum Qty7,800 Shares (13 Lots)
Allotment Date19th July 2023
Credit to Demat Account21st July 2023
IPO Listing Date24th July 2023