અમદાવાદ, 7 જાન્યુઆરીઃ  Adani એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના 1,000 કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ના પબ્લિક ઇશ્યૂને ગ્રાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર  ઈશ્યુ ખુલ્યાના 45 મિનિટમાં જ પૂરો ભરાઈ ગયો હતો. 500 કરોડ રૂપિયાનો બેઝ ઇશ્યૂ માત્ર 10 મિનિટમાં જ બંધ થઈ ગયો અને ગ્રીનશૂ વિકલ્પનો સમાવેશ કર્યા બાદ એક કલાકથી ઓછા સમયમાં સબસ્ક્રિપ્શન 1,000 કરોડ રૂપિયાને વટાવી ગયું હતું.

આ ઇશ્યૂ 19 જાન્યુઆરી, 2026 ના રોજ બંધ થશે, જેમાં વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર તે વાર્ષિક 8.90 ટકા સુધીનું અસરકારક વળતર આપે છે. 500 કરોડ રૂપિયાની બેઝ સાઈઝમાં વધારાના 500 કરોડ રૂપિયાનો ગ્રીન શૂ વિકલ્પ છે.

અદાણી એન્ટરપ્રાઈઝના NCDs ને BSE અને NSE પર લિસ્ટેડ કરવામાં આવશે, ICRA અને CARE રેટિંગ્સ દ્વારા ‘AA-‘ રેટિંગ સાથે તે સ્થિર આઉટલુક ધરાવે છે.  NCDs સમાન રેટેડ ડેટ અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં વધુ વળતર આપે છે. તેમાં રિટેલ રોકાણકારોને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સહભાગી થવાની પણ તક છે.

AEL નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિશાખાપટ્ટનમમાં ગૂગલ-અદાણી AI ડેટા સેન્ટર કેમ્પસ અને સમગ્ર ભારતમાં અનેક રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૂટપ્રિન્ટનો વિસ્તારના કાર્યો કરે છે. AEL એ મોટા ભાગના પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવાની ક્ષમતા દર્શાવી છે.

AEL ને ત્રણ નવા પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ લેટર મળ્યા છે, જેમાં ઉત્તરાખંડમાં સોનપ્રયાગ – કેદારનાથને જોડતો રોપવે, બિહારના રોડ પ્રોજેક્ટ્સ મુંગેર (સફિયાબાદ) થી સુલતાનગંજ રોડ, અને સુલતાનગંજ રોડ થી સબૌર રોડનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)