ઓટોમોટિવ, મોબાઇલ ડિવાઇસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની એપ્લિકેશન્સ તથા અન્ય મહત્વના સેગમેન્ટ્સ માટે સેમીકંડક્ટર ચિપ્સની એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે આસામમાં ગ્રીનફિલ્ડ ફેસિલિટીમાં રૂ. 27,000 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, 1 માર્ચ: ભારતમાં એન્ડ-ટુ-એન્ડ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે એક મહત્વના પગલાંમાં ભારત સરકારે આસામના જાગીરોડમાં અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ ફેસિલિટી રૂ. 27,000 કરોડના રોકાણ સાથે ઊભી કરાશે અને પ્રદેશમાં 27,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરશે.

ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) આ ફેસિલિટી ઊભી કરશે જેનું ધ્યાન મુખ્યત્વે ત્રણ મહત્વની પ્લેટફોર્મ ટેક્નોલોજીસ પર છે – વાયર બોન્ડ, ફ્લિપ ચિપ અને એક અલગ પ્રકારની ઓફરિંગ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ પેકેજિંગ (આઈએસપી). તેની સાથે ભવિષ્યમાં એડવાન્સ્ડ પેકેજિંગ ટેક્નોલોજીસના રોડમેપને વિસ્તારવાની યોજના પણ છે. આ ટેક્નોલોજીઓ ઓટોમોટિવ (ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ), કમ્યૂનિકેશન્સ, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રોમાં ભારતમાં મહત્વની એપ્લિકેશન્સ માટે ખૂબ જ જરૂરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે આ તમામ પ્લેટફોર્મ્સ માટે સ્વદેશી ટેક્નોલોજી નિર્માણમાં નોંધપાત્ર રોકાણ કરી દીધું છે અને આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે 1,000થી વધુ વર્ષોના ગ્લોબલ ડોમેન અનુભવ ધરાવતી ખૂબ જ વિશ્વાસપાત્ર ટીમને કામે લગાડી છે. આ સૂચિત ફેસિલિટી એઆઈ, ઈન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મહત્વના માર્કેટ સેગમેન્ટ્સમાં વધતી વૈશ્વિક માંગને સંતોષશે.

2025ના મધ્ય ભાગ સુધીમાં ફેસિલિટીના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થવાની સાથે તેનું બાંધકામ આ વર્ષે શરૂ થવાનું છે અને તે ઉત્તર-પૂર્વ ભારતમાં ઔદ્યોગિકીકરણને મોટાપાયે પ્રોત્સાહન પૂરું પાડશે. આ પ્રોજેક્ટની કલ્પના ભારત સરકારની સેમીકંડક્ટર નીતિ હેઠળ કરવામાં આવી છે જે ઈન્ડિયા સેમીકંડક્ટર મિશન અને આસામ સરકારની ઈલેક્ટ્રોનિક્સ નીતિ દ્વારા સંચાલિત છે.

આ જાહેરાત અંગે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, સેમીકંડક્ટર ફેબની અમારી જાહેરાત અને સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટમાં આ વ્યૂહાત્મક પ્રોજેક્ટ સાથે અમે અમારા વૈશ્વિક ગ્રાહકોને ભારતમાં તેમની સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનનો મુખ્ય ભાગ બનાવવા માટે સક્ષમ બનાવીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)