સેન્સેક્સ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી 734 પોઇન્ટ છેટો

બીએસઇઃ 194 સક્રીપ્સ 52 વીક હાઇ, 20 સ્ક્રીપ્સ વર્ષની બોટમ ઉપર

અમદાવાદ, 8 જૂનઃ ભારતીય શેરબજારો ફરી એકવાર નવો ઇતિહાસ રચવા સજ્જ બન્યા છે. ગુરુવારે ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા છતાં SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન ઓલટાઇમ હાઇ સપાટીએ આંબી ગયા હતા. જ્યારે રિયાલ્ટી ઇન્ડેક્સ વર્ષની ટોચે સ્પર્શી ગયો હતો. તો બેરોમીટર ગણાતો સેન્સેક્સ હવે 63583 પોઇન્ટની તા. 1 ડિસેમ્બર-22ની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 734 પોઇન્ટ છેટો રહ્યો છે.

દરમિયાનમાં આજે શેરબજારો સવારે ગેપઅપથી ખૂલ્યા હતા. પરંતુ આરબીઆઇએ ધારણા અનુસાર રેપોરેટ 6.50 ટકાની સપાટીએ જાળવી રાખતાં આ પોઝિટિવ ફેક્ટરને માર્કેટે ડિસ્કાઉન્ટ કરવા સાથે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ શરૂ થયું હતું. તેના કારણે સેન્સેક્સ 294.32 પોઇન્ટના ઘટાડા સાથે 62848.64 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. પરંતુ તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 63321.40 પોઇન્ટની સપાટીએ આંબી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,777.90 અને નીચામાં 18,615.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 91.85 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 18634.55 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.


રિયાલ્ટી, સીડી, ઓટો, ફાર્મા, ટેલીકોમ, એફએમસીજી, આઈટી- ટેકનો અને ઓઈલમાં ઘટાડો

રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓટો, ફાર્મા, ટેલીકોમ, એફએમસીજી, આઈટી, ટેકનો અને ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે પાવર, મેટલ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.87 ટકા અને 0.47 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આરબીઆઈએ દેશની ઈકોનોમી સ્થિર હોવાની સાથે ફુગાવામાં ઘટાડો અને જીડીપી ગ્રોથમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખતાં વ્યાજના દરો સતત બીજી વખત જાળવી રાખ્યા છે. પરિણામે શેરબજારોમાં આજે સુધારાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ALL TIME HIGH INDICES

IndexHighCurrent ValueCh (%)52 Wk High52 WK Low
MCap27,847.6127,751.75-0.8727,847.6120,814.22
SCap31,680.2831,533.68-0.4731,680.2823,261.39
FMCG18,502.9718,312.75-0.8118,502.9713,168.08
Consu. Disc.6,364.076,289.26-0.766,364.074,861.92
Fina. Ser.9,273.669,182.70-0.549,273.666,912.70
AUTO34,331.9733,831.37-0.9734,331.9724,384.22
CG39,080.5038,964.220.4339,080.5024,550.31

YEARLY HIGH INDICES

REALTY4,061.063,990.31-1.514,061.062,913.52

52 વીક હાઇ શેર્સ એટ એ ગ્લાન્સ

અજન્ટા ફાર્મા, એપોલો ટાયર, ઓરોબિંદો ફાર્મા, એવલોન, બજાજ ઓટો, સેરા, ઇઆઇએચ હોટલ, એસ્સાર શિપ., ગ્લેનમાર્ક, ગોદરેજ સીપી, એચએએલ, એચડીએફસી ગ્રોથ, હીરો મોટો, હીપોલીન, ઇન્ડિગો, ઇન્ડસઇન્ડ બેન્ક, કજરિયા સિરા, લક્ષ્મી ઇલે., લ્યુમેક્સ, મહિન્દ્રા સીઆઇઇ, મુંજાલ શોવા, નેસ્લે, નોવાર્ટીસ, એનટીપીસી, પટેલ એન્જિ., પીએફસી, પીએબી હાઉસિંગ, પૂનાવાલા, પ્રેસ્ટીજ, આરઈસી, સુપ્રીમ ઇન્ડ, સ્વરાજ એન્જિ, ટાકા કોમ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, ટીબીઝેડ, ટાઇટન, ટોરન્ટ પાવર, ટ્રાન્સપેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, વેદાન્તા, ઝોમેટો

52 વીક લો શેર્સ એટ એ ગ્લાન્સ

મિડવેસ્ટ, શાહ એલોયઝ, શિવા એગ્રો

ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ366814082146
સેન્સેક્સ30426