ગુવારેક્સમાં ઘટાડોઃ ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર
હાજર બજારોમાં નિરસ ખરીદી અને વાયદામાં રાહ જોવાની માનસિકતાનાં કારણે કૄષિ કોમોડિટીમાં નરમાઇ જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે ૭૮૦૪.૯૦ ખુલી સાંજે ૭૬૬૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૦૨ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૬૦ તથા નીચામાં ૭૬૬૮ રૂપિયા થઇ સાંજે ૭૬૯૩ રૂપિયા બંધ રહ્યા હતા….
