અદાણી પોર્ટ્સનું રેકોર્ડબ્રેક કાર્ગો હેન્ડલિંગ
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ઓગસ્ટ 2025માં કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક 16% વધારો નોંધાવ્યો છે, જેમાં કુલ 41.9 MMT કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. આ વધારો મુખ્યત્વે કન્ટેનર હેન્ડલિંગમાં 29% વધારા થકી થવા પામ્યો હતો, જે APSEZના પોર્ટ કામગીરીમાં નેતૃત્વ અને ભારતના વેપારને સક્ષમ બનાવવાની તેની મહત્વની ભૂમિકા દર્શાવે છે. ભારતના પશ્ચિમ કિનારે આવેલું મુખ્ય પ્રવેશદ્વાર…
