ફેબ્રુઆરીમાં રૂ.14000 કરોડના 7 IPOની ધમાકેદાર થશે એન્ટ્રી
અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી અંત સુધી પ્રાઇમરી માર્કેટ ફરી ધમધમી રહ્યું છે. એનએસઇના આઇપીઓ પૂર્વે ફેબ્રુઆરી દરમિયાન રૂ. 14000 કરોડ એકત્ર કરવા માટે 7 કંપનીઓ આઇપીઓ સાથે એન્ટ્રી લઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં ફ્રેક્ટલ એનાલિટિક્સ, આયે ફાઇનાન્સ, ઇન્ડો એમઆઇએમ, ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ, ગાજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ, સ્કાયવેઝ એર સર્વિસિસ અને પીએનજીએસ રેવા ડાયમંડનો સમાવેશ થાય છે.
ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડઃ તેના IPO સમયરેખાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ ઇશ્યૂ 9 ફેબ્રુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપની નવા ઇશ્યૂ દ્વારા લગભગ રૂ. 1023 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જ્યારે ઓફર-ફોર-સેલ લગભગ રૂ. 1810 કરોડ થવાની ધારણા છે. કુલ ઇશ્યૂનું કદ 40% થી વધુ ઘટાડીને રૂ. 4,900 કરોડથી રૂ. 2,834 કરોડ કરવામાં આવ્યું છે. કંપનીએ ઇશ્યૂ માટે રૂ. 857-900ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
Aye Finance લગભગ રૂ. 1000 કરોડ એકત્ર કરવાની યોજના છે, જેમાં રિટેલ હિસ્સો લગભગ 10 ટકા રહેશે. Aye Finance પણ 9 ફેબ્રુઆરીએ ખુલશે અને 11 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપનીએ રૂ. 122-129 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.
ઇન્ડો એમઆઇએમ પાઇપલાઇનમાં સૌથી મોટી ઓફરિંગ હશે, જેનું આઇપીઓ કદ લગભગ રૂ. ૫૫૦૦ કરોડ હશે. ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સઃ પબ્લિક ઇશ્યૂ દ્વારા લગભગ રૂ. ૩૬૦૦ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
ગાજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટઃ લગભગ રૂ. ૬૫૬ કરોડ એકત્ર કરવાની અપેક્ષા છે
સ્કાયવેઝ એર સર્વિસિસઃ લગભગ રૂ. ૬૫૦ કરોડનો આઇપીઓ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
પીએનજીએસ રેવા ડાયમંડઃ લગભગ રૂ. ૩૬૦ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
વર્ષ 2026માં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફક્ત ત્રણ આઇપીઓ જ આવ્યા છે, કારણ કે ઇક્વિટી બજારોમાં સતત અસ્થિરતાને કારણે ઘણી કંપનીઓ આઇપીઓ યોજવાથી દૂર રહી છે. 2026માં કંપનીઓએ IPO દ્વારા રૂ. 1,76 ટ્રિલિયન એકત્ર કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધી, ફક્ત ત્રણ કંપનીઓ – ભારત કોકિંગ કોલ, અમાગી મીડિયા લેબ્સ અને શેડોફેક્સ ટેક્નોલોજીસ – એ આઇપીઓ યોજવા દ્વારા લગભગ રૂ. ૪૭૬૫ કરોડ એકત્ર કર્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
