MSMEની નિકાસને વેગ આપવા Amazonએ EDII તથા ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરી
અમદાવાદ, 8 ઓગસ્ટઃ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે, એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સ નિકાસને વધારવામાં મદદ કરવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) અને ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. વડોદરાના અકોટા સ્ટેડિયમમાં સ્ટેટ ક્રાફ્ટ્સ એવોર્ડ્સ સેરેમની અને ઓડીઓપી એક્ઝિબિશન ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
200થી વધુ દેશોમાં નિકાસ કરી શકશેઃ એમઓયુના ભાગરૂપે, એમેઝોન ગ્લોબલ સેલિંગ નામના એમેઝોનના ઈકોમર્સ નિકાસ કાર્યક્રમ પર ગુજરાતના વણકર અને કારીગરો તેમજ એમએસએમઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી તેઓ 200થી વધુ દેશો અને પ્રદેશોમાં એમેઝોનના કરોડો ગ્રાહકોને તેમની અનન્ય ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ વેચી શકશે.
એમેઝોન અને ઈડીઆઈઆઈ સમગ્ર રાજ્યમાંથી એમએસએમઈ માટે બીટુસી ઈ-કોમર્સ નિકાસ પર ટ્રેનિંગ સેશન્સ, વર્કશોપ અને અવેરનેસ સેશન્સ યોજશે. આ સેશન્સ એમએસએમઈને 18થી વધુ એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસ પર વેચવા માટે તેમની પ્રોડક્ટ્સનું રજિસ્ટ્રેશન અને લિસ્ટિંગ કેવી રીતે કરવું તથા નિકાસોને સરળ બનાવવા માટેના ટૂલ્સ વિશે શીખવાડશે. આ સેશન્સ વ્યક્તિગત વર્કશોપ અને ઓનલાઈન વેબિનર્સના મિશ્રણ દ્વારા હાથ ધરવામાં આવશે. એમેઝોન ઈડીઆઈઆઈ અને ગુજરાત સરકાર વચ્ચેનો આ સહયોગ એમએસએમઈ માટે સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, માર્ગદર્શકો અને ઉદ્યોગ નિષ્ણાંતો સાથે નેટવર્કિંગની તકો પૂરી પાડીને સહાયક સમુદાયને પ્રોત્સાહન આપવા તેમજ માર્કેટ વિઝિબિલિટી વધારવામાં મદદ મળશે.
1000થી વધુ એમએસએમઈને તક મળશે: કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં ગુજરાતમાંથી 1,000થી વધુ એમએસએમઈની ઓળખ કરશે, જેઓ નિકાસ દ્વારા તેમના વ્યવસાયને વધારવામાં રસ ધરાવે છે અને તેમને વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોમાં હાજરી આપવા સક્ષમ બનાવશે.
ગુજરાતના 12 હજાર નિકાસકારોની આવક વધશે: એમેઝોન ઈન્ડિયા ખાતે ગ્લોબલ ટ્રેડના ડાયરેક્ટર ભૂપેન વાકણકરે જણાવ્યું હતું કે, “આ સહયોગ એ લાખો એમએસએમઈ અને રાજ્યભરના વણકર અને કારીગરોને ઈ-કોમર્સ નિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે તેમનો વ્યવસાય વધારવામાં મદદ કરવા માટેનું એક મુખ્ય પગલું છે.રાજ્યભરમાં મોટા અને નાના શહેરોમાં 12,000 નિકાસકારો ધરાવે છે.