સેકન્ડરી માર્કેટમાં કરેક્શનનો કેરઃ પ્રાઈમરી માર્કેટમાં IPOનું ઘોડાપૂર આ સપ્તાહે 18 IPO રૂ. 4000 કરોડ એકત્ર કરશે
મેઇનબોર્ડમાં 4 અને SME પ્લેટફોર્મ ઉપર 12 IPOનું આક્રમણ
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: એક તરફ સેકન્ડરી માર્કેટ કરેક્શન અને હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશરથી પિડાઇ રહ્યું છે. ત્યારે બીજી તરફ પ્રાઇમરી માર્કેટ IPOના ઘોડાપૂરથી ભરપૂર છે. આ સપ્તાહે 18 IPO રૂ. 4000 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. તે પૈકી મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં 4 IPO આવી રહ્યા છે.
મેઇનબોર્ડ સેગમેન્ટના 4 IPO એટ એ ગ્લાન્સ
Comp. | Open | Close | PriceRs | Lot | Exch |
Plaza Wires | Sep29 | Oct4 | 51-54 | 277 | BSENSE |
Valiant Lab | Sep27 | Oct3 | 133-140 | 105 | BSENSE |
Updater | Sep25 | Sep27 | 280-300 | 50 | BSENSE |
JSW Infra | Sep25 | Sep27 | 113-119 | 126 | BSENSE |
Manoj Vaibhav | Sep22 | Sep26 | 204-215 | 69 | BSENSE |
JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ
પોર્ટ-સંબંધિત ઇન્ફ્રા કંપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો IPO, 2010 પછી JSW ગ્રૂપનો પ્રથમ IPO, 25 સપ્ટેમ્બરે ખૂલી ચૂક્યો છે. પબ્લિક ઇશ્યૂ રૂ. 113-119ના પ્રાઇસ બેન્ડની અપરબેન્ડના ધોરણે રૂ. 2,800 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઓફર 27 સપ્ટેમ્બરે બંધ થશે. જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 22 સપ્ટેમ્બરના રોજ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1,260 કરોડ એકત્ર કર્યા હતા.
અપડેટર સર્વિસિસઃ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ કંપની અપડેટર સર્વિસિસ તા. 25 સપ્ટેમ્બરે પ્રવેશવા સાથે રૂ. 640-કરોડનો પબ્લિક ઇશ્યૂ ખોલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 280-300 પ્રતિ શેર હશે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 288 કરોડ એકત્ર કર્યા છે.
વેલિઅન્ટ લેબોરેટરીઝઃ IPO 27 સપ્ટેમ્બરે ખૂલી રહ્યો છે. જેની પ્રાઇસ બેન્ડ રૂ. 133-140 પ્રતિ શેર હશે. તે અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 152.46 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અંતિમ તારીખ 3 ઓક્ટોબર છે.
પ્લાઝા વાયર્સઃ દિલ્હી સ્થિત પ્લાઝા વાયર્સની IPO માટે બિડિંગ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 4 ઓક્ટોબરે સમાપ્ત થશે. IPOની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 51-54 છે અને તેનું લક્ષ્ય રૂ. 71.28 કરોડ એકત્ર કરવાનું છે.
મનોજ વૈભવ: રૂ. 270 કરોડનો IPO 26 સપ્ટેમ્બરે બંધ કરશે. રૂ. 204-215ની પ્રાઇસ બેન્ડ સાથેની ઓફર છે.
SME સેગમેન્ટમાં 12 IPOનું આક્રમણ
Company | Open | Close | PriceRs | Lot | Exch |
Vishnusurya | Sep29 | Oct4 | 68 | 2000 | NSE |
SharpChuck | Sep29 | Oct4 | 58 | 1200 | NSE |
Plada Info | Sep29 | Oct4 | 48 | 3000 | NSE |
Karnika | Sep29 | Oct4 | 76 | 1600 | NSE |
VivaaTrade | Sep27 | Oct4 | 51 | 2000 | BSE |
E Factor | Sep27 | Oct3 | 71- 75 | 1600 | NSE |
Kontor Space | Sep27 | Oct3 | 93 | 1200 | NSE |
Vinyas Inno. | Sep27 | Oct3 | 162- 165 | 800 | NSE |
Oneclick Logi. | Sep27 | Oct3 | 99 | 1200 | NSE |
Canarys | Sep27 | Oct3 | 29- 31 | 4000 | NSE |
Sunita Tool | Sep26 | Sep29 | 145 | 1000 | BSE |
Goyal Salt | Sep26 | Sep29 | 36- 38 | 3000 | NSE |
City Crop | Sep26 | Sep 29 | 25 | 6000 | BSE |
Digikore | Sep25 | Sep 27 | 168- 171 | 800 | NSE |
Saakshi Med | Sep25 | Sep 27 | 92 -97 | 1200 | NSE |
Inspire Films | Sep25 | Sep 27 | 56- 59 | 2000 | NSE |
Newjaisa Tech | Sep25 | Sep 27 | 44- 47 | 3000 | NSE |
Arabian Petro | Sep25 | Sep 27 | 70 | 2000 | NSE |
Organic Recy | Sep21 | Sep 26 | 200 | 600 | BSE |
રૂ. 431-કરોડના મૂલ્યના 12 IPO આ સપ્તાહે લોન્ચ થઇ રહ્યા છે. જેમાંના પાંચ IPO અરેબિયન પેટ્રોલિયમ, ન્યુજાયસા ટેક્નોલોજી, ઇન્સ્પાયર ફિલ્મ્સ, સાક્ષી મેડટેક અને પેનલ્સ અને ડિજીકોર સ્ટુડિયો 25 સપ્ટેમ્બરે ખુલશે અને 27 સપ્ટેમ્બરે બંધ થશે. અરેબિયન પેટ્રોલિયમે શેર દીઠ રૂ. 70ના ભાવે રૂ. 20.24 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ન્યુજાયસા ટેક્નોલોજીઃ રૂ. 44-47 પ્રતિ શેર, ઇન્સ્પાયર ફિલ્મ્સ રૂ. 56-59 પ્રતિ શેર, સાક્ષી મેડટેક અને પેનલ્સે રૂ. શેર દીઠ રૂ. 92-97નો બેન્ડ, અને ડિજીકોર સ્ટુડિયો રૂ. 168-171 પ્રતિ શેરથી IPO લઇને આવી રહ્યા છે. ન્યૂજાયસા ટેક્નોલોજીસ રૂ. 39.93 કરોડ, ઇન્સ્પાયર ફિલ્મ્સ રૂ. 21.23 કરોડ, સાક્ષી મેડટેક અને પેનલ્સ રૂ. 45.16, અને ડિજીકોર સ્ટુડિયો રૂ. 30.48 કરોડ ઉપલા બેન્ડમાં એકત્રિત કરવાની દરખાસ્ત ધરાવે છે. સુનિતા ટૂલ્સનો IPO 26-28 સપ્ટેમ્બર દરમિયાન રૂ. 22.04 કરોડનો IPO ખોલશે. સિટી ક્રોપ્સ એગ્રો દ્વારા રૂ. 15 કરોડનો IPO 26-29 સપ્ટેમ્બર દરમિયાન અને કોન્ટોર સ્પેસ દ્વારા રૂ. 15.62 કરોડનો IPO 27-29 સપ્ટેમ્બર દરમિયાન લોન્ચ કરશે. ગોયલ સોલ્ટનો પબ્લિક ઇશ્યુ 26-29 સપ્ટેમ્બર દરમિયાન ખુલશે કંપની રૂ. 18.63 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેની પ્રાઇસ બેન્ડ રૂ. 36-38 પ્રતિ શેર હશે. E Factor Experiences ફેક્ટર એક્સપિરિયન્સ રૂ. 25.92 કરોડ, વિન્યાસ ઇનોવેટિવ ટેક્નોલોજી રૂ. 54.66 કરોડ અને કેનેરી ઓટોમેશન્સ રૂ. 47.03 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. 27 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબર વચ્ચે સબસ્ક્રિપ્શન ખૂલશે. વિષ્ણુસૂર્ય પ્રોજેક્ટ્સ અને કર્ણિકા ઇન્ડસ્ટ્રીઝ પણ યોજના ધરાવે છે.
25 સપ્ટેમ્બરે 3 SME IPO બંધ થશે
માર્કો કેબલ્સ એન્ડ કંડક્ટર, મંગલમ એલોય અને હાઈ-ગ્રીન કાર્બન 25 સપ્ટેમ્બરે તેમની જાહેર ઓફર બંધ કરશે.
આ સપ્તાહે મેઇનબોર્ડ પર યાત્રા અને SMEમાં 7નું લિસ્ટિંગ
ટ્રાવેલ કંપની, યાત્રા ઓનલાઈન 29 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવશે, જ્યારે SME સેગમેન્ટમાં આ સપ્તાહે 7 IPO લિસ્ટિંગ કરાવશે. જેમાં ચાવડા ઇન્ફ્રા અને હોલમાર્ક ઓપ્ટો-મેકાટ્રોનિક્સ 25 સપ્ટેમ્બરે અને કુંદન એડિફિસ 26 સપ્ટેમ્બરે લિસ્ટેડ થશે. કોડી ટેકનોલેબ અને સેલકોર ગેજેટ્સ 28 સપ્ટેમ્બરે અને માસ્ટર કોમ્પોનન્ટ્સ 29 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવશે જ્યારે ટેકનોગ્રીન સોલ્યુશન્સ 29 સપ્ટેમ્બરે BSE SME પર લિસ્ટિંગ કરાવશે.