મેઇનબોર્ડમાં 4 અને SME પ્લેટફોર્મ ઉપર 12 IPOનું આક્રમણ

અમદાવાદ, 25 સપ્ટેમ્બર: એક તરફ સેકન્ડરી માર્કેટ કરેક્શન અને હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશરથી પિડાઇ રહ્યું છે. ત્યારે બીજી તરફ પ્રાઇમરી માર્કેટ IPOના ઘોડાપૂરથી ભરપૂર છે. આ સપ્તાહે 18 IPO રૂ. 4000 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. તે પૈકી મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં 4 IPO આવી રહ્યા છે.

મેઇનબોર્ડ સેગમેન્ટના 4 IPO એટ એ ગ્લાન્સ

 Comp.OpenClosePriceRsLotExch
Plaza
Wires
Sep29Oct451-54277BSENSE
Valiant
Lab
Sep27Oct3133-140105BSENSE
UpdaterSep25Sep27280-30050BSENSE
JSW
Infra
Sep25Sep27113-119126BSENSE
Manoj
Vaibhav
Sep22Sep26204-21569BSENSE

JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ

પોર્ટ-સંબંધિત ઇન્ફ્રા કંપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો IPO, 2010 પછી JSW ગ્રૂપનો પ્રથમ IPO, 25 સપ્ટેમ્બરે ખૂલી ચૂક્યો છે. પબ્લિક ઇશ્યૂ રૂ. 113-119ના પ્રાઇસ બેન્ડની અપરબેન્ડના ધોરણે રૂ. 2,800 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઓફર 27 સપ્ટેમ્બરે બંધ થશે. જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 22 સપ્ટેમ્બરના રોજ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1,260 કરોડ એકત્ર કર્યા હતા.

અપડેટર સર્વિસિસઃ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ કંપની અપડેટર સર્વિસિસ તા. 25 સપ્ટેમ્બરે પ્રવેશવા સાથે રૂ. 640-કરોડનો પબ્લિક ઇશ્યૂ ખોલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 280-300 પ્રતિ શેર હશે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 288 કરોડ એકત્ર કર્યા છે.

વેલિઅન્ટ લેબોરેટરીઝઃ IPO 27 સપ્ટેમ્બરે ખૂલી રહ્યો છે. જેની પ્રાઇસ બેન્ડ રૂ. 133-140 પ્રતિ શેર હશે. તે અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 152.46 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અંતિમ તારીખ 3 ઓક્ટોબર છે.

પ્લાઝા વાયર્સઃ દિલ્હી સ્થિત પ્લાઝા વાયર્સની IPO માટે બિડિંગ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 4 ઓક્ટોબરે સમાપ્ત થશે. IPOની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 51-54 છે અને તેનું લક્ષ્ય રૂ. 71.28 કરોડ એકત્ર કરવાનું છે.

મનોજ વૈભવ: રૂ. 270 કરોડનો IPO 26 સપ્ટેમ્બરે બંધ કરશે. રૂ. 204-215ની પ્રાઇસ બેન્ડ સાથેની ઓફર છે.

SME સેગમેન્ટમાં 12 IPOનું આક્રમણ

 CompanyOpenClosePriceRsLotExch
VishnusuryaSep29Oct4682000NSE
SharpChuckSep29Oct4581200NSE
Plada InfoSep29Oct4483000NSE
KarnikaSep29Oct4761600NSE
VivaaTradeSep27Oct4512000BSE
E FactorSep27Oct371-
75
1600NSE
Kontor
Space
Sep27Oct3931200NSE
Vinyas
Inno.
Sep27Oct3162-
165
800NSE
Oneclick
Logi.
Sep27Oct3991200NSE
CanarysSep27Oct329-
31
4000NSE
Sunita
Tool
Sep26Sep291451000BSE
Goyal
Salt
Sep26Sep2936-
38
3000NSE
City
Crop
Sep26Sep 29256000BSE
DigikoreSep25Sep 27168-
171
800NSE
Saakshi
Med
Sep25Sep 2792
-97
1200NSE
Inspire
Films
Sep25Sep 2756-
59
2000NSE
Newjaisa
Tech
Sep25Sep 2744-
47
3000NSE
Arabian
Petro
Sep25Sep 27702000NSE
Organic
Recy
Sep21Sep 26200600BSE

રૂ. 431-કરોડના મૂલ્યના 12 IPO આ સપ્તાહે લોન્ચ થઇ રહ્યા છે. જેમાંના પાંચ  IPO અરેબિયન પેટ્રોલિયમ, ન્યુજાયસા ટેક્નોલોજી, ઇન્સ્પાયર ફિલ્મ્સ, સાક્ષી મેડટેક અને પેનલ્સ અને ડિજીકોર સ્ટુડિયો 25 સપ્ટેમ્બરે ખુલશે અને 27 સપ્ટેમ્બરે બંધ થશે. અરેબિયન પેટ્રોલિયમે શેર દીઠ રૂ. 70ના ભાવે રૂ. 20.24 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ન્યુજાયસા ટેક્નોલોજીઃ રૂ. 44-47 પ્રતિ શેર, ઇન્સ્પાયર ફિલ્મ્સ રૂ. 56-59 પ્રતિ શેર, સાક્ષી મેડટેક અને પેનલ્સે રૂ. શેર દીઠ રૂ. 92-97નો બેન્ડ, અને ડિજીકોર સ્ટુડિયો રૂ. 168-171 પ્રતિ શેરથી IPO લઇને આવી રહ્યા છે. ન્યૂજાયસા ટેક્નોલોજીસ રૂ. 39.93 કરોડ, ઇન્સ્પાયર ફિલ્મ્સ રૂ. 21.23 કરોડ, સાક્ષી મેડટેક અને પેનલ્સ રૂ. 45.16, અને ડિજીકોર સ્ટુડિયો રૂ. 30.48 કરોડ ઉપલા બેન્ડમાં એકત્રિત કરવાની દરખાસ્ત ધરાવે છે. સુનિતા ટૂલ્સનો IPO 26-28 સપ્ટેમ્બર દરમિયાન રૂ. 22.04 કરોડનો IPO ખોલશે. સિટી ક્રોપ્સ એગ્રો દ્વારા રૂ. 15 કરોડનો IPO 26-29 સપ્ટેમ્બર દરમિયાન અને કોન્ટોર સ્પેસ દ્વારા રૂ. 15.62 કરોડનો IPO 27-29 સપ્ટેમ્બર દરમિયાન લોન્ચ કરશે. ગોયલ સોલ્ટનો પબ્લિક ઇશ્યુ 26-29 સપ્ટેમ્બર દરમિયાન ખુલશે કંપની રૂ. 18.63 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેની પ્રાઇસ બેન્ડ રૂ. 36-38 પ્રતિ શેર હશે. E Factor Experiences ફેક્ટર એક્સપિરિયન્સ રૂ. 25.92 કરોડ, વિન્યાસ ઇનોવેટિવ ટેક્નોલોજી રૂ. 54.66 કરોડ અને કેનેરી ઓટોમેશન્સ રૂ. 47.03 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. 27 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબર વચ્ચે સબસ્ક્રિપ્શન ખૂલશે. વિષ્ણુસૂર્ય પ્રોજેક્ટ્સ અને કર્ણિકા ઇન્ડસ્ટ્રીઝ પણ યોજના ધરાવે છે.

25 સપ્ટેમ્બરે 3 SME IPO બંધ થશે

માર્કો કેબલ્સ એન્ડ કંડક્ટર, મંગલમ એલોય અને હાઈ-ગ્રીન કાર્બન 25 સપ્ટેમ્બરે તેમની જાહેર ઓફર બંધ કરશે.

આ સપ્તાહે મેઇનબોર્ડ પર યાત્રા અને SMEમાં 7નું લિસ્ટિંગ

ટ્રાવેલ કંપની, યાત્રા ઓનલાઈન 29 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવશે, જ્યારે SME સેગમેન્ટમાં આ સપ્તાહે 7 IPO લિસ્ટિંગ કરાવશે. જેમાં ચાવડા ઇન્ફ્રા અને હોલમાર્ક ઓપ્ટો-મેકાટ્રોનિક્સ 25 સપ્ટેમ્બરે અને કુંદન એડિફિસ 26 સપ્ટેમ્બરે લિસ્ટેડ થશે. કોડી ટેકનોલેબ અને સેલકોર ગેજેટ્સ 28 સપ્ટેમ્બરે અને માસ્ટર કોમ્પોનન્ટ્સ 29 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવશે જ્યારે ટેકનોગ્રીન સોલ્યુશન્સ 29 સપ્ટેમ્બરે BSE SME પર લિસ્ટિંગ કરાવશે.