અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ સોમવારે માર્કેટે શરૂઆત નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના ટેકે માર્કેટમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. ટેકનિકલી નિફ્ટી માટે 19600 અતિ મહત્વનો સપોર્ટ સાબિત થઇ શકે છે. ઉપરમાં 19800 મહત્વની રેઝિસ્ટન્સ જણાય છે. માર્કેટમાં જો પુલબેક રેલી જારી રહે તો નિફ્ટી 20000 પોઇન્ટ ઝડપથી ક્રોસ કરી શકે તેવી ધારણા રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટમાં જણાવાયું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં મોમેન્ટમ ફરી પોઝિટિવ બની રહી છે. જો ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 19600 તૂટે નહિં તો માર્કેટમાં સુધારાના ચાન્સિસ વધી શકે છે. અન્યથા નીચામાં 19500 પોઇન્ટની રોક બોટમ સાચવવી અત્યંત જરૂરી રહેશે.

બેન્ક નિફ્ટીએ પણ પોઝિટિવ મોમેન્ટમ દર્શાવવા સાથે તેની 100 દિવસીય એવરેજ જાળવી રાખવા સાથે દિવસની બોટમથી 350 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવ્યો છે. 44400 પોઇન્ટના અત્યંત મહત્વના સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)