સુરત, ગુજરાત, 06 ઓગસ્ટ, 2024: ભારતમાં ગુણવત્તા પ્રત્યે સૌથી સચેટ બ્રાન્ડ ગોલ્ડી સોલારે ભારતના ઓલમ્પિક મેડાલિસ્ટને સન્માનિત કરવા એક વિશિષ્ટ પહેલની જાહેરાત કરી છે. પેરિસ ઓલમ્પિક 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરનાર ભારતીય ખેલાડીઓના સન્માનમાં ગોલ્ડી સોલાર ભારતના દરેક ઓલમ્પિક વિજેતા ખેલાડીના ઘરને સોલરાઇઝ કરશે. ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઇશ્વર ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમે આપણા ખેલાડીઓ ઉપર ખૂબજ ગર્વ છે કે જેમણે પોતાની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની સાથે-સાથે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. તેમને સોલર એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરીને અમે આપણા દેશની સફળતામાં તેમના યોગદાનને સપોર્ટ કરીએ છીએ. આ પહેલ સ્વચ્છ અને હરિયાળા ભારત પ્રત્યેની અમારી કટીબદ્ધતાને અનુરૂપ છે તેમજ તમામ નાગરિકોને સપોર્ટ કરવાની અમારી અમારી કટીબદ્ધતા દર્શાવે છે ભલે કે ખેલાડીઓ હોય, આપણા સંરક્ષણ દળોના સદસ્ય હોય કે પછી કલાકારો હોય. આપણે નેટ ઝિરો લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ ત્યારે આપણને બધાને પ્રેરણા આપનાર લોકો સાથે અમે આ સફરનો ગહિસ્સો બનવામાં ગર્વ કરીએ છીએ.