ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિના ઉત્તરાધિકારીઓની જાહેરાત
અદાણી જૂથની $213 બિલિયનની માર્કેટકેપ સંભાળવા નવી પેઢી તૈયાર
અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ નિવૃત્તિ લેવાની અચાનક જાહેરાત કરી સૌને આસ્ચર્યચકિત કરી દીધા છે. 62 વર્ષીય બિઝનેસમેન ગૌતમભાઈએ 70 વર્ષની વયે તેમનું પદ છોડવાની જાહેરાત કરી છે. હવે 2030ના દાયકાના પ્રારંભમાં અદાણી ગ્રુપનું સુકાન નવી પેઢીના હાથમાં આવશે. જો કે અદાણી જૂથનું સામ્રાજ્ય સંભાળવામાં અનેક પડકારો છે. ભારતના અર્થતંત્રને પણ તે અસર કરી શકે છે. $100 બિલિયનથી વધુની સંપત્તિ ધરાવતા ગૌતમભાઈ અદાણીએ સૌ પ્રથમ વખત તેમની નિવૃત્તિ અને ઉત્તરાધિકારની યોજનાઓની રૂપરેખાની જાહેરાત કરી છે. તેમણે આગામી પેઢીને અદાણી જૂથના નેતૃત્વની કમાન સોંપવાના નિર્ણય અંગે માહિતી આપી હતી. ગૌતમ અદાણીના આ નિર્ણય લેવાનું બીજ વર્ષો પહેલા રોપાયું હતું. 2018ની શરૂઆતમાં એશિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીએ તેમના અમદાવાદના નિવાસ્થાને લંચ દરમિયાન તેમના બે પૂત્રો અને ભત્રીજાઓને એક અણધાર્યો પ્રશ્ન પૂછ્યો કે, શું તેઓ અદાણી ગ્રૂપના છૂટાછવાયા બિઝનેસને અલગ અલગ રીતે ચલાવવા માગે છે? તેના જવાબ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો. વારસદારોએ જૂથ માટેના તેમના વિઝન સહિતના મુદ્દાઓની વિચારણા કરી.ગૌતમભાઈના પુત્રો કરણભાઈ અને જીતભાઈ તેમજ તેમના પિતરાઈ ભાઈઓ પ્રણવભાઈ અને સાગરભાઈએ જવાબ આપતા કહ્યું કે, તેઓ એક પરિવાર તરીકે જ સમૂહને એકસાથે ચલાવવા માંગે છે. વારસદારોએ વિવિધ તપાસ અને જૂથ માટેના તેમના વિઝન સહિતના મુદ્દાઓની ચર્ચા કરી. ચાર-માર્ગી નેતૃત્વ માળખું બનાવવું એ વ્યવસાયોના સંચાલનને વિભાજિત કરે છે, પરંતુ વારસદારો એકસાથે મળીને કામ કરે તો નિસ્ચિત સારું પરિણામ મળી શકે છે. જોકે કોઈપણ કટોકટી કે મહત્વની બાબતોમાં સૌ સંયુક્ત સંમતિ લઈ નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વૈવિધ્યસભર અદાણી ગ્રૂપ 10 લિસ્ટેડ કંપનીમાં $213 બિલિયનની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિશાળ હિસ્સાને નિયંત્રિત કરે છે. અદાણી જૂથ Apple Inc. થી Amazon.com Inc સુધીની કંપનીઓના એશિયન વિસ્તરણને અંડરપિન કરે છે. વળી કાનૂની અને પ્રતિષ્ઠિત જોખમોને જોતાં અદાણી સમૂહનું નેતૃત્વ ટ્રાન્સફર રોકાણકારો માટે ખુબ મહત્વ ધરાવે છે. દેશમાં સૌથી મોટા સૌલર ફાર્મના માલિક, સિમેન્ટના બીજા સૌથી મોટા ઉત્પાદક અને કોલસાના આયાતકાર, તેમજ જેના બંદરોમાં દેશના લગભગ અડધા શિપિંગ કન્ટેનર વહન કરે છે તેવા અદાણી ગ્રૂપના એરપોર્ટ પર દર વર્ષે 90 મિલિયનથી વધુ લોકો અવરજવર કરે છે. વળી ભારતના અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં અદાણીનું વર્ચસ્વ જોતા વૈશ્વિક ભંડોળ માટે જૂથને અવગણી ન શકાય.એનર્જી કંપનીઓમાં અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે; સિમેન્ટ કંપનીઓમાં ACC અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે; અન્યમાં નવી દિલ્હી ટેલિવિઝન અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે. વંશીય સંપત્તિના વિશાળ પૂલનું સંચાલન કરવું અને તે સારી રીતે કરવુ અસાધારણ મુશ્કેલ બાબત છે, જેમાં કેટલાક પરિવારો પેઢીઓથી સફળ થયા છે. વળી છેલ્લાં બે દાયકાઓમાં અદાણી જૂથ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિકસ્યું છે. જેમાં મખ્યત્વે ઇઝરાયેલી શસ્ત્રો ઉત્પાદન અને ઓસ્ટ્રેલિયામાં ખાણકામ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અદાણી પરિવારની બહારના જૂજ લોકો સામ્રાજ્યની અંતર્ગત રચનાને સંપૂર્ણપણે સમજે છે. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, આઠ વિદેશી સંસ્થાઓ, કુટુંબ ટ્રસ્ટ અને સ્થાનિક સમાવિષ્ટ કંપનીઓ પરિવાર દ્વારા નિયંત્રિત છે. વિવિધ સરકારી એજન્સીઓ અને કંપનીઓ સાથેના સંયુક્ત સાહસો દ્વારા વ્યવસાયો ચલાવવામાં આવે છે. જોકે, પ્રથમ પેઢીમાં અદાણી તેમની દીકરીઓને બિઝનેસમાં લાવ્યા નથી. એક ઈન્ટર્વ્યુમાં APSEZ અને અદાણી સિમેન્ટના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સમૂહમાં જોવા મળતા “ક્રીસ-ક્રોસ હોલ્ડિંગ” ને ટાળવા છેલ્લા 15 વર્ષોમાં કંપનીના માળખાને સરળ બનાવવામાં આવ્યા છે. ફેરફારો જાહેર ફાઇલિંગમાં જાહેર કરવામાં આવ્યા છે અને પરિવાર હવે દરેક વ્યવસાયમાં તેનો સીધો હિસ્સો ધરાવે છે. અદાણી જૂથના હેડક્વાર્ટરમાં પરિવારના સભ્યો દરરોજ બપોરનું ભોજન સાથે લે છે, જ્યાં રોજબરોજના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે.જૂથના મૂળને ધ્યાનમાં રાખીને અદાણી વેલ્થ ટ્રાન્સફરમાં પરિવારના ભત્રીજાઓ અને પુત્રોનો સમાવેશ થાય છે. 1988 માં ગૌતમભાઈએ તેમના ભાઈઓ વિનોદભાઈ અને રાજેશભાઈ સાથે મળીને કોમોડિટી ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ બંદરો, એરપોર્ટ, કોલસો અને પાવર કંપનીઓમાં જૂથે વિસ્તરણ કર્યું. —————