અમદાવાદ, 27 એપ્રિલ: સંરક્ષણ અને અવકાશ, સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શન સોલ્યુશન્સ અને હેવી એન્જિનિયરિંગ માટે અદ્યતન ઓપ્ટ્રોનિક સિસ્ટમ્સમાં નિષ્ણાત, અગ્રણી ભારતીય સંરક્ષણ એન્જિનિયરિંગ કંપની પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ લિમિટેડ, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) દ્વારા સંચાલિત કન્સોર્ટિયમના ભાગ રૂપે ભારતના પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) મશીન વિકસાવવામાં તેની મુખ્ય ભૂમિકાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. SAMEER એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી (MEITY) હેઠળ એક સ્વાયત્ત R&D સંસ્થા છે.

પારસ ડિફેન્સ ઉચ્ચ-પ્રદર્શન ચુંબક વિકસાવવા અને ઉત્પાદન કરવા માટે જવાબદાર રહેશે જે MRI મશીનોના મુખ્ય ભાગ ગણવામાં આવે છે, પારસ ડિફેન્સ ચોકસાઇ સાથે એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ અને અદ્યતન સામગ્રીમાં તેની કુશળતાનો ઉપયોગ કરશે. પારસ ડિફેન્સ દ્વારા ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે ગાઢ પરામર્શ કરવામાં આવેલ છે અને MRI ચુંબક ટેક્નોલોજીનો સહ-વિકાસ કરવામાં આવ્યો છે, જે વૈશ્વિક પ્રદર્શન ધોરણો સાથે સંલગ્ન છે.

આ MRI ચુંબકનું ઉત્પાદન પારસ ડિફેન્સની અંબરનાથ સુવિધાઓમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉત્પાદન આગામી નાણાકીય વર્ષમાં શરૂ થશે. પારસ ડિફેન્સ પોતાની અદ્યતન ઇલેક્ટ્રોમેગ્નેટિક, ક્રાયોજેનિક્સ અને સુપરકન્ડક્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અને આ ચુંબક ઇમેજિંગ ગુણવત્તા અને કાર્યક્ષમતામાં વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરશે.

પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીના મેનેજિંગ ડિરેક્ટર મુંજલ શાહે જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ સ્વદેશી MRI મશીનો માટે મહત્વપૂર્ણ ચુંબક વિકસાવવા અને તેનું ઉત્પાદન કરીને, અમે દેશ માટે માત્ર આયાત પરની નિર્ભરતા જ ઘટાડી રહ્યા નથી પરંતુ ઉચ્ચ-ગુણવત્તાવાળા ડાયગ્નોસ્ટિક્સને વધુ સુલભ બનાવીને તકનીકી નવીનતા પણ લાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ ભારતને અદ્યતન તબીબી ઇમેજિંગમાં વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવા માટે એક સાહસિક પગલું છે.

આ કન્સોર્ટિયમમાં અગ્રણી સંશોધન સંસ્થાઓ અને ભારતમાં તબીબી તકનીકને આગળ વધારવા માટે સમર્પિત ઉદ્યોગ ભાગીદારોનો સમાવેશ થાય છે. આ પહેલમાં મુખ્ય સહયોગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) નવી દિલ્હી અને સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) વચ્ચે છે.

SAMEER ના ડાયરેક્ટર જનરલ ડૉ. પી. હનુમંત રાવે કહ્યું કે, આ પહેલ તબીબી ઉપકરણોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેનાથી નિદાન અને સારવારના ખર્ચમાં પણ ઘટાડો થશે. આ વિકાસના રોડમેપ સાથે પ્રથમ સ્વદેશી 1.5 ટેસ્લા MRI સ્કેનર ઓક્ટોબર સુધીમાં AIIMS નવી દિલ્હી ખાતે ક્લિનિકલ મૂલ્યાંકન અને ટ્રાયલ માટે ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.