અમદાવાદ, 25 એપ્રિલ: ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ  31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે વાર્ષિક ધોરણે રુ.24,447 કરોડની કુલ આવકમાં થયેલી 42%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. રુ. 24,447 કરોડમાંથી, નાણાકીય વર્ષ 25 માં IND-AS 115 હેઠળ સેવા છૂટની વ્યવસ્થાની આવક નાણા વર્ષ-૨૪ની રૂ.858 કરોડની તુલનામાં રૂ.5,064 કરોડ હતી. પોર્ટફોલિઓ કક્ષાએ 99.7% જેટલી મજબુત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધ થઇ છે.

નાણાકીય વર્ષ-25 દરમિયાન એકીકૃત એબિડટા 23% વધીને રૂ. 7,746 કરોડ થયો છે, પરિણામે મજબૂત આવક વૃદ્ધિના વિતરણ વ્યવસાયમાં રૂ.2,611 કરોડના સ્થિર નિયમનકારી એબિડટામાં આરએબી વિસ્તરણ સાથે રૂ.148 કરોડની નિયમનકારી આવક અને ઉંચી ટ્રેઝરી આવકમાં વૃધ્ધિ આવી હતી. ઉકત સમયગાળામાં એકીકૃત એબિડટા 28%નો વધારો દર્શાવે  છે, જે આવકમાં વૃદ્ધિ મારફત સમર્થિત રુ.2,262 કરોડમાં વિતરણ વ્યવસાયમાં મજબૂત નિયમનકારી એબિડટા જે આખરી ત્રિમાિસકમાં રુ. 873 કરોડમાં 39% વધારો દર્શાવે છે. વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-25 રૂ.6,571 કરોડના ઓપરેશનલ એબિડટામાં 15% વધારા સાથે  સમાપ્ત થયું. ટ્રાન્સમિશન વ્યવસાય ઉદ્યોગના અગ્રણી ઓપરેટિંગ એબિડ્ટા માર્જિનને 92%એ જાળવી રાખે છે.

નાણા વર્ષ- 25માં કર બાદના રુ.2,427 કરોડના એબિડ્ટામાં વૃદ્ધિને કારણે વાર્ષિક ધરોણે 103% વધારો થયો છે અને મુખ્યત્વે એઇએમએલના દહાણું પ્લાન્ટને ડાઇવેસ્ટ કરવા અને ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસાયમાં રૂ.148 કરોડની નિયમનકારી આવકમાંથી રૂ.469 કરોડની રિવર્સ સહાયને આભારી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)