HDB ફાઇનાન્શિયલઃ રૂ. 12500 કરોડનો IPO આજે ખુલશે – GMP, લિસ્ટિંગ અને વધુ વિગતો જાણો
આઇપીઓ ખૂલશે | 25 જૂન |
આઇપીઓ બંધ થશે | 27 જૂન |
એન્કર બુક | 24 જૂન |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.700- 740 |
લોટ સાઇઝ | 20 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.12500 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 25 જૂનઃ ફાઇનાન્સિયલ સેક્ટરમાં ભારતોનો સૌથી મોટો ગણાતો આઇપીઓ આજે ખૂલવા જઇ રહ્યો છે. HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ IPO કે જેની છેલ્લા એક વર્ષથી ખૂબ રાહ જોવાતી હતી તે આજે ખૂલી રહ્યો છે. ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ અને અગાઉ અનલિસ્ટેડ શેર્સ લે-વેચ મુદ્દે વિવાદો વચ્ચે ઘેરાયેલો હોવા છતાં ગ્રે માર્કેટમાં રૂ. 74 (આશરે 10 ટકા) પ્રિમિયમ ધરાવતો ઇશ્યૂ આજે સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે, અને શુક્રવાર, 27 જૂન સુધી ખુલ્લો રહેશે.
આ મેઇનબોર્ડ IPOમાં રૂ. 2,500 કરોડનો નવો ઇક્વિટી ઇશ્યૂ અને HDB ફાઇનાન્શિયલના પ્રમોટર HDFC બેંક દ્વારા રૂ. 10,000 કરોડનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. ઓફર પહેલાં, HDFC બેંક HDBમાં 750,596,670 ઇક્વિટી શેર ધરાવે છે, જે કંપનીમાં 94.04% હિસ્સો દર્શાવે છે (પ્રતિ શેર રૂ. 10 ફેસ વેલ્યુ). આ IPOમાં ટોચના સ્તરની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણ બેંકો તરફથી ભારે રસ જોવા મળ્યો છે, કુલ મળીને, ઓફરિંગ માટે 12 કંપનીઓને બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
BRLMs ની યાદીમાં BNP પરિબાસ, JM ફાઇનાન્શિયલ, BofA સિક્યોરિટીઝ ઇન્ડિયા, ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ, HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ, IIFL કેપિટલ સર્વિસીસ, જેફરીઝ ઇન્ડિયા, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા), નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને UBS સિક્યોરિટીઝ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા (અગાઉ લિંક ઇન્ટાઇમ) ને ઇશ્યૂના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તે શેર ફાળવણી અને રોકાણકારો સંબંધિત સેવાઓનું નિરીક્ષણ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)