BARODA BNP PARIBA બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે વિવિધ પેઢીઓમાં સ્વીકૃતિ તથા વૈવિધ્યીકરણ માટેની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે જેનાથી તેઓ ટકી શક્યા છે અને તેમનો આર્થિક પ્રભાવ* વધારી શક્યા છે. દાયકાઓથી આ વર્ષો જૂના સાહસો અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા ઔદ્યોગિક સમૂહો બન્યા છે જે ભારતના અર્થતંત્રને વેગવંતુ રાખે છે.
ન્યૂ ફંડ ઓફર (NFO) 2 સપ્ટેમ્બર, 2025માં સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 15 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. માત્ર મહિને રૂ. 500ના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા રોકાણકારો રોકાણ કરવાની સંભાવના ધરાવતી કંપનીઓ પસંદ કરવા માટે પ્રોફેશનલ ફંડ મેનેજર્સ અને એનાલિસ્ટ્સ પર મદાર રાખીને ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સમૂહોમાં ભાગ લઈ શકે છે.
ઔદ્યોગિક સમૂહો ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ છે જેમાં કેટલાક સૌથી મોટા અને સૌથી મૂલ્યવાન સાહસોનો સમાવેશ થાય છે. આ સ્કીમ બીએસઈ સિલેક્ટ બિઝનેસ ગ્રુપ્સ ઇન્ડેક્સ સામે બેન્ચમાર્ક હશે અને ઓછામાં ઓછા ચાર ઔદ્યોગિક જૂથોમાં રોકાણ કરશે, જેમાં ગ્રુપ એક્સપોઝર નેટ એસેટ્સના 25 ટકા સુધી મર્યાદિત રહેશે. આ ફંડનું સંચાલન જીતેન્દ્ર શ્રીરામ – સિનિયર ફંડ મેનેજર અને કુશાંત અરોરા – ફંડ મેનેજર અને રિસર્ચ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
