માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25886- 25832, રેઝિસ્ટન્સ 25984- 26030

રિબાઉન્ડના કિસ્સામાં, NIFTY માટે 26,100–26,300 ઝોન તરફ ઉપરની ચાલ શક્ય છે. જોકે, આગામી સત્રમાં રિબાઉન્ડની પુષ્ટિ કરવામાં નિષ્ફળતા NIFTYને 25,800–25,700 ઝોન તરફ નીચે લાવી શકે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે
| Stocks to Watch: | TCS, BankofMaharashtra, JSWSteel, UPL, TataSteel, IndianBank, PriviSpCh, RITES, BharatForge, PowerGrid, Titan, IFCI, INDIGO, TajGVK |
અમદાવાદ, 31 ડિસેમ્બરઃ મંગળવારે NIFTYએ 25800 પોઇન્ટના નજીકના સપોર્ટ ઝોનની નીચે જવા કોશિશ કરવા સાથે તેની 20 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ (એસએમએ) 25982 પોઇન્ટની નીચે બંધ આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, માર્કેટ કોન્સોલિડેશન ફેઝનો સામનો કરી રહ્યું છે. આરએસઆઇ જોકે, 49ના લેવલે બુલિશ મોમેન્ટમનો ઇશારો કરે છે.

NIFTY માટે 26000ની સાયકોલોજિકલ સપાટી અતિ મહત્વની છે. તે ટકી રહે તો ઉપરમાં 26200- 26400ની શક્યતા ગણાવી શકાય. પરંતુ જો 26200 જ ક્રોસ કરવામાં નિષ્ફળ જાય તો નીચામાં 25800 મહત્વનો સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTYએ 26,000 થી ઉપર સ્કેલ કરવાની જરૂર છે, કારણ કે તેની ઉપર, 26,100–26,200 એ જોવાનું લેવલ છે. જોકે, આ લેવલથી નીચે રહેવાથી NIFTY કોન્સોલિડેટિવ મોડમાં રહી શકે છે, જેમાં 25,900–25,800 પર સપોર્ટ રહેશે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. દરમિયાન, 59,200થી ઉપર રિક્લેમિંગ અને ટકી રહે તો બેંક NIFTYને 59,300–59,500 તરફ આગળ વધવા માટે શક્તિ મળી શકે છે; જોકે, સપોર્ટ 58,800–58,700 ઝોન પર મૂકવામાં આવ્યો છે.
| SME Listing | Apollo Techno Industries, Bai Kakaji Polymers, Nanta Tech, Admach Systems, Dhara Rail Projects |
| Stock Trades Ex-Bonus | A-1 |
| Stocks removed from F&O ban: | Sammaan Capital |
INDIA VIX: પાછલા દિવસની ઉપરની ચાલને લંબાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો અને 0.44 ટકા ઘટીને 9.68 પર બંધ થયો. તે તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે રહ્યો, જે તેજીવાળાઓને આરામ આપે છે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
