અમદાવાદ, 14 માર્ચઃ શેરબજારમાં આકર્ષક રિટર્નના પગલે રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા વધી  14.8 કરોડ થઈ છે. ફેબ્રુઆરીમાં કુલ 43 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. ઉલ્લેખનીય છે કે, એનએસઈ પર એક્ટિવ ક્લાયન્ટની સંખ્યા ફેબ્રુઆરીમાં 4.8 ટકા વધી 4.005 કરોડ થઈ છે. ટોચના પાંચ ડિસ્કાઉન્ટ બ્રોકર્સના ખાતામાં કુલ એનએસઈ એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યા 63.5 ટકા થઈ છે. જે ગતવર્ષે સમાનગાળામાં 59.6 ટકા હતા. સતત આઠમા મહિને એનએસઈ એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યા વધી છે.

મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિપોર્ટ અનુસાર, ડિસ્કાઉન્ટ બ્રોકર્સમાં ઝેરોધાએ તેની ક્લાયન્ટની સંખ્યામાં 3.3% વધારો નોંધાવ્યો છે. જે વધી ફેબ્રુઆરીમાં 72 લાખ થઈ છે, જેનો બજાર હિસ્સો 30bp થી 18.0% ઘટી ગયો હતો. ANGELONE 14.9%ના બજાર હિસ્સા સાથે, તેના ગ્રાહકોની સંખ્યામાં 5.2% સુધીનો વધારો નોંધાવ્યો હતો. અપસ્ટોક્સની ક્લાયન્ટની સંખ્યામાં 4.1% વધી 25 લાખ થઈ છે, જેનો બજાર નજીવો ઘટી 6.2% થયો હતો. Groww એ તેની ક્લાયન્ટની સંખ્યામાં 9.1%નો વધારા સાથે 22.9 ટકા માર્કેટ હિસ્સો મેળવ્યો છે. ગ્રાહકોની સંખ્યા 92 લાખ છે.

ISECએ તેની ક્લાયન્ટની ગણતરીમાં 0.3% MoM ઘટાડો નોંધાવ્યો હતો અને બજાર હિસ્સો ઘટીને 4.7% થયો હતો. IIFL Secએ 1.1%ના બજાર હિસ્સા સાથે તેના ક્લાયન્ટની સંખ્યામાં 0.4m સુધી 2.7% MoMનો વધારો નોંધાવ્યો હતો.

કોમોડિટી વોલ્યૂમ ઘટ્યા

MCX પર કુલ વોલ્યુમ ફેબ્રુઆરી’23માં માસિક ધોરણે ઘટી રૂ. 25.6 લાખ કરોડ થયું છે. OPTFUT (ફ્યુચર્સ ઓપ્શન્સ)માં વોલ્યુમ 15.5% MoM ઘટીને રૂ. 22.1 લાખ કરોડ થયા છે. એકંદરે ADTO વોલ્યુમ 11.6% MoM ઘટી રૂ. 1.2 લાખ કરોડ અને OPTFUT ADTO વોલ્યુમમાં 11.5% MoM અને FUTCOM (કોમોડિટી ફ્યુચર્સ) ADTO 12.4% MoM ઘટ્યું છે. નેચરલ ગેસમાં 41.8% MoM ઘટાડો અને સોનામાં 33.1% ઘટાડાને કારણે હતું. બીજી તરફ, ચાંદીમાં 30.5%નો વધારો થયો છે. ઓપ્શન્સમાં ગોલ્ડ/નેચરલ ગેસ ADTOમાં 59.4%/46.5% MoM ઘટાડાને કારણે ADTO વોલ્યુમમાં 11.5%નો ઘટાડો થયો.