જો નિફ્ટી નીચામાં 25,700ના લેવલની નીચે ઉતરી જાય, તો આગામી સત્રોમાં 25,600-25,500ની નીચે ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં; જોકે, આ લેવલથી ઉપર રહેવાથી 25,900-26,000 તરફ ઉપર જવાની શક્યતા વધી શકે છે.

Stocks to Watch:IpcaLabs, MTARTech, EquitasSFBank, Lupin, IDFCFB, SignatureGlobal, PhoenixMills, AshianaHousing, EmbassyDevelopment, AvenueSupermarts, IREDA, LemonTree, LloydsEng, ShriramFinance, ICICILombard, Vedanta

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ શુક્રવારે માર્કેટમાં ભારે અફરાતફરીના માહોલ પછી સોમવારે પ્રિ ઓપનિંગ માર્કેટમાં ગીફ્ટ નિફ્ટી ફ્લેટ ખૂલવાનો નિર્દેશ કરી રહ્યો છે. ટેકનિકલ નિષ્ણાતો અને માર્કેટ એક્સ્પર્ટ્સના મત મુજબ નિફ્ટી માટે હવે 25700 અને ત્યારબાદ 25500ના લેવલ્સ મહત્વના રહેશે. ઉપરમાં 25800 મહત્વનું  રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરીટીઝનો ટેકનકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર આરએસઆઇ 39ના લેવલે નેગેટિવ મોમેન્ટમનો સંકેત આપે છે. જ્યારે 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ મિડિયમ ટર્મ માટે ડાઉનટ્રેન્ડનો સંકેત આપે છે.

જો નિફ્ટી 25,700ની નીચે ઉતરે તો વધુ ઘટાડો શક્ય છે25,900-26,000 પર નિફ્ટી પ્રતિકાર જોવા મળી શકે છે
બેન્ક નિફ્ટીમાં જો 59,000 તૂટે તો 58,800-58,700 જોવામળી શકે છેમોમેન્ટમ સૂચકાંકો મંદીનો સંકેત આપે છે
મંદીવાળાઓનું વર્ચસ્વ માર્કેટ ઉપર જળવા રહે તેવી શક્યતા છે25,700ની ઉપર, 25,900-26,000ના લેવલ્સ ધ્યાનમાં રાખવા જેવાં

ગયા અઠવાડિયે જોવા મળેલા મોટા ઘટાડાને ધ્યાનમાં લેતા, જ્યાં સુધી તાત્કાલિક રિકવરી ન થાય ત્યાં સુધી સેટઅપ નિર્ણાયક રીતે મંદીનું લાગે છે. જો નિફ્ટી નીચામાં 25,700ના લેવલની નીચે ઉતરી જાય, તો આગામી સત્રોમાં 25,600-25,500ની નીચે ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં; જોકે, આ લેવલથી ઉપર રહેવાથી 25,900-26,000 તરફ ઉપર જવાની શક્યતા વધી શકે છે.

દરમિયાન, મંદીભર્યા રિવર્સલ પેટર્નનું અવલોકન કર્યા પછી, જો બેંક નિફ્ટી 59,000થી નીચે તૂટે છે, તો 58,800-58,700 લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઉપરની બાજુએ, 59,500 (20-દિવસનો EMA) તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ 60,000 ઝોન આવે છે.

9 જાન્યુઆરીના રોજ, નિફ્ટી 194 પોઈન્ટ (0.75 ટકા) ઘટીને 25,683 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 435 પોઈન્ટ (0.73 ટકા) ઘટીને 59,252 પર બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થમાં મંદીનું પ્રભુત્વ હતું, કારણ કે NSE પર 569 આગળ વધતા શેરોની સરખામણીમાં લગભગ 2,317 શેર ઘટ્યા હતા.

INDIA VIX: સતત બીજા સત્રમાં વધતો રહ્યો અને તેના 100-દિવસના EMAની નજીક ગયો, જે 3.07 ટકા વધીને 10.93 પર બંધ થયો હતો. આ 9 ડિસેમ્બર પછીનું તેનું સૌથી ઊંચું બંધ લેવલછે અને તેજીવાળાઓ માટે સાવચેતીનો સંકેત આપે છે.