“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.”

અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની જરૂર નથી તા. 4થી જૂને બજારો ઉછળી જશે.

અમિત શાહે જણાવ્યું કે, શેરબજાર અગાઉ ઘણી વખત તૂટી ચૂક્યું છે અને વર્તમાન બજારના ઘટાડાને લોકસભા ચૂંટણીના પરિણામો સાથે જોડવાની જરૂર નથી. બજારમાં નબળાઈ રોકાણકારોની અટકળોને કારણે હોઈ શકે છે, પરંતુ તેમણે તે અફવાઓને ફગાવી દીધી હતી અને સામાન્ય ચૂંટણીમાં બજાર અને ભાજપની તકો બંને માટે હકારાત્મક પરિણામની આગાહી કરી હતી.

અમિત શાહે એવી પણ ટિપ્પણી કરી હતી કે…..

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે “છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થામાં ધરખમ પરિવર્તન લાવ્યું છે અને શેર બજાર “આસમાનને આંબી રહ્યું છે. FII દ્વારા વેચાણ કર્યા પછી પણ, ભારતીય મ્યુચ્યુઅલ ફંડોએ બજારને પ્રોત્સાહન આપ્યું છે. PLI યોજના અને મજબૂત ઇકોસિસ્ટમને કારણે, ભારત સમગ્ર વિશ્વમાં ઉત્પાદન માટે એક પ્રિય સ્થળ બની ગયું છે. તમામ બેંકોની બેલેન્સ શીટ એકદમ સ્વસ્થ બની ગઈ છે. ઔદ્યોગિક વિકાસના તમામ માપદંડો 25 વર્ષના સર્વોચ્ચ માર્કિંગ પર છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)