માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24933- 24818, રેઝિસ્ટન્સ 25256- 25463

ટેકનિકલ નિષ્ણાતોના મત મુજબ ડેઇલી બેઝિસ પર, એક તરફ, NIFTYએ 200-DMA (25,412)ને તોડી છે, અને તે ઓવરસોલ્ડ જણાય છે. હાયર ટાઇમફ્રેમ ચાર્ટ પર, NIFTYમાં 50-અઠવાડિયાના MA સુધી ઘટાડા માટે થોડી વધુ જગ્યા છે, જે 24,758 પર સ્થિત છે. NIFTYમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ મોટા ઘટાડા જોવા નહીં મળે. 24,500-24,750 ઝોનને સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવાની અને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
| Stocks to Watch: | AxisBank, KotakBank, UltraTech, ShyamMetalics, JSWEnergy, BPCL, NuvamaWealth, GandharOil, Granules, UrbanCo, IndusIndBank, HUL, ShriramFinance, UBI, TechMahindra, MaxFina |
અમદાવાદ, 27 જાન્યુઆરીઃ નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે NIFTY માટે વર્તમાન પ્રાઇસ એક્શન 25200ની રેઝિસ્ટન્સ અને 24800ના સપોર્ટ લેવલ જણાય છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ (એસએમએ) મિડિયમ ટર્મ ટ્રેન્ડ નેગેટિવ ટૂ સ્ટેબલ જણાય છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) 29ના લેવલે નેગેટિવ મોમેન્ટમનો સંકેત આપે છે.

મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાંથી વેચાણ સંકેતો અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે આવતા ઘટાડાને ધ્યાનમાં રાખીને, જો NIFTY નિર્ણાયક રીતે 24,900 (પાછલા અઠવાડિયાના નીચલા સ્તર)થી નીચે તૂટી જાય છે, તો 24,600–24,500 ઝોન તરફ કરેક્શન નકારી શકાય નહીં. જો કે, ઉછાળાના કિસ્સામાં, 25,350–25,450 ઝોન રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે.

દરમિયાન, બેંક NIFTYને 59,000-59,400 ઝોન તરફ આગળ વધવા માટે 58,280 (ગયા અઠવાડિયાના નીચલા સ્તર)થી ઉપર રહેવાની જરૂર છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ લેવલથી નીચે જવાથી તાત્કાલિક 58,100-58,000 પર સપોર્ટ મળી શકે છે, ત્યારબાદ આગામી મુખ્ય સપોર્ટ 57,600 પર આવશે. 23 જાન્યુઆરીના રોજ, NIFTY 241 પોઈન્ટ (0.95 ટકા) ઘટીને 25,049 પર બંધ થયો હતો, જ્યારે બેંક NIFTY 727 પોઈન્ટ (1.23 ટકા) ઘટીને 58,473 પર બંધ થયો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 702 શેર્સ વધ્યા હતા તેની સામે લગભગ 2,233 શેર્સ ઘટીને બંધ રહ્યા હતા.
| Stocks Trade Ex-Dividend | Uni Spirits, Wipro, Persistent, SRF, Ksolves |
| Stock Trades Ex-Date for Rights | Dr Lalchandani Labs |
| Stock in F&O ban | Sammaan Capital |
| Stock Out of F&O ban | Bandhan Bank |
INDIA VIX: 6.31 ટકા વધીને 14.19 પર પહોંચ્યો છે. ટૂંકા અને મધ્યમ ગાળાની મૂવિંગ એવરેજ અપર ટ્રેન્ડ ધરાવે છે, જે તેજીવાળાઓ માટે વધુ અનિશ્ચિતતા અને સાવચેતીનો સંકેત આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
