અમદાવાદ, 3 ફેબ્રુઆરી: લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બજાજ લાઈફ ઈન્સ્યોરન્સે NFO- બજાજ લાઈફ બીએસઈ 500 ક્વોલિટી 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ રોકાણકારોને નાણાકીય રીતે મજબૂત, સતત કમાણી સાથે પ્રુડન્ટ બેલેન્સ શીટ ધરાવતી ભારતીય કંપનીઓમાં રોકાણ કરવાની તક પ્રદાન કરે છે. ફંડ બજાજ લાઈફના યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલીપ્સ)- બજાજ લાઈફ સ્માર્ટ વેલ્થ ગોલ, બજાજ લાઈફ સુપ્રીમ અને બજાજ લાઈફ ગેઈન હેઠળ ઉપલબ્ધ છે. જે પોલિસીધારકોને લાઈફ કવરની સાથે સાથે લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરી જીવનના લક્ષ્યો પૂરા કરવા સક્ષમ બનાવે છે.

માર્કેટની અસ્થિરતા અને મેક્રોઈકોનોમિક પડકારો વચ્ચે રોકાણકારો મજબૂત ફંડામેન્ટલ્સ અને શિસ્તબદ્ધ કમાણી કરતી કંપનીઓ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. રોકાણના પરિબળ તરીકે ગુણવત્તા, નફાકારકતા પર ફોકસ, મજબૂત બેલેન્સશીટ અને આવકની ગુણવત્તા બજાર ચક્રમાં રોકાણને સુરક્ષિત રાખવા સાથે કમાણી કરવા સક્ષમ બનાવે છે. બજાજ લાઈફ બીએસઈ 500 ક્વોલિટી 50 ઈન્ડેક્સ ફંડ પારદર્શક અને નિયમોને આધિન રોકાણ વ્યૂહરચનાઓ મારફત આ જરૂરિયાતોને સંબોધે છે.

ફંડ બીએસઈ 500 ક્વોલિટી 50 ઈન્ડેક્સને ટ્રેક કરે છે. જેમાં ગુણવત્તાના માપદંડો, રિટર્ન ઓન ઈક્વિટી, એક્રુલ્સ રેશિયો, નાણાકીય સધ્ધરતાના આધારે બીએસઈના વ્યાપક 500 શેરના સમૂહમાંથી 50 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. અપડેટેડ નાણાકીય ડેટાને પ્રતિબિંબિત કરતાં અને તેની ગુણવત્તાની લાક્ષણિકતાઓ જાળવવા માટે ઇન્ડેક્સને દર ત્રણ મહિને સંતુલિત કરવામાં આવે છે.

નવા ફંડના લોન્ચિંગ સાથે બજાજ લાઈફ ઈન્સ્યોરન્સ તેના યુલિપ પ્લેટફોર્મ હેઠળ તેની વિચારશીલ રોકાણ ઉકેલોની રેન્જને વિસ્તરિત કરવાનું જારી રાખે છે. આ ફંડ કંપનીની લાંબા ગાળાની રોકાણ ફિલસુફી સાથે સંરેખિત છે. જે શિસ્તબદ્ધ પોર્ટફોલિયો બિલ્ડીંગ બ્લોક્સ પૂરા પાડે છે. તે પોલિસીધારકોને તેમના નાણાકીય અને જીવન લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)