પદમજી પેપર પ્રોડક્ટ્સે 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા 9 માસમાં EBITDTA 18% જાળવી રાખી

પુણે, 4 ફેબ્રુઆરી, 2026 : પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા નવ મહિનામાં કુલ રૂ. ૬૩૦ કરોડની આવક નોંધાવી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૬૩૫ કરોડ હતી. ઈબીઆઈડીટીએ (ઈબીડીટા) ૧૮%એ જળવાઈ રહીને રૂ. ૧૧૨ કરોડ નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ. ૧૧૬ કરોડ હતી.
કંપનીએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સ્થિત ૧૫.૪ મેગાવોટ એસી સોલર પાવર પ્લાન્ટને ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે અને તેમાંથી ઉપાર્જિત થતી નવીનીકરણીય વીજળીનો ઉપયોગ કંપનીના પુણે પ્લાન્ટમાં કેપ્ટિવ વપરાશ માટે થાય છે. નવા બોઈલરની શરૂઆત માટે કાનૂની મંજૂરીની રાહ જોવાઈ રહી છે, જે ટૂંક સમયમાં મળવાની શક્યતા છે.
નિયમનકારી આવશ્યકતાઓમાં ફેરફારને કારણે, કંપની મહાડ ખાતે પ્રોજેક્ટના બાંધકામ માટે પર્યાવરણીય મંજૂરી માટે અરજી કરવાની પ્રક્રિયામાં છે.
કંપની અવરોધ ગુણધર્મો ધરાવતા વિવિધ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ સ્પેશિયાલિટી પેપર્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે આ પેપર્સનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ સપ્લાય, સ્વચ્છતા ક્ષેત્રો, કન્ફેક્શનરી વગેરે માટે ટકાઉ પેકેજિંગ સોલ્યુશન માટે ઇનપુટ તરીકે થાય છે, જેની માગ વૃદ્ધિ ઊંચી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
