ICICI Prudential Lifeએ ડિવિડન્ડ લીડર્સ 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 25 ફેબ્રુઆરી: ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે તેના યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ હેઠળ ડિવિડન્ડ લીડર્સ 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડ ગ્રાહકોને સતત ડિવિડન્ડ ચૂકવવાનો આકર્ષક ટ્રેક રેકોર્ડ ધરાવતી ફંડામેન્ટલી મજબૂત કંપનીઓમાં રોકાણ મારફત લાંબાગાળા માટે મૂડીનું સર્જન કરવા સક્ષમ બનાવે છે.
ફંડની વ્યૂહરચના ચાર સ્તંભોની આસપાસ રચાયેલી છે જેમાં ડિવિડન્ડ ચુકવણી-કેન્દ્રિત સ્ટોક પસંદગી, મજબૂત નાણાકીય અને સ્થિર રોકડ પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુણવત્તા તપાસ, બહુવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ અને સમયાંતરે સમીક્ષા અને પુનઃસંતુલન સાથે પારદર્શક, નિયમ-આધારિત અને શિસ્તબદ્ધ રોકાણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
આ ફંડ BSE 500 ડિવિડન્ડ લીડર્સ 50 ઇન્ડેક્સને અનુસરે છે, જે વ્યાપક બીએસઈ 500માંથી પસંદગીની 50 કંપનીઓના પ્રર્ફોર્મન્સને ટ્રેક કરે છે, જેમણે છેલ્લા 10 વર્ષોમાં સતત ડિવિડન્ડ ચૂકવ્યું છે. ઇન્ડેક્સમાં 50 કંપનીનો સમાવેશ થાય છે અને તેને વાર્ષિક ધોરણે પુનઃસંતુલિત કરવામાં આવે છે. ફંડ દ્વારા અમે અમારા ગ્રાહકોને એવી કંપનીઓ સુધી પહોંચ આપી રહ્યા છીએ જેમણે સમય જતાં નાણાકીય શક્તિ અને શેરધારકો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ઇન્ડેક્સ ફેક્ટશીટ 30 જાન્યુઆરી, 2026 સુધીમાં વાર્ષિક ધોરણે ત્રણ વર્ષમાં 33.63%, પાંચ વર્ષમાં 30.96% અને દસ વર્ષમાં 20.40% રિટર્ન દર્શાવે છે, જે શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહરચનાની લાંબા ગાળાની સંભાવનાને પ્રકાશિત કરે છે. જો કે, નિયમો સમયાંતરે કંપનીને ઇન્ડેક્સમાં તેમના વેઈટેજ અનુસાર તમામ શેરોમાં રોકાણ કરવાથી પ્રતિબંધિત કરી શકે છે. પરિણામે, સંભવિત ટ્રેકિંગમાં ભૂલ થઈ શકે છે. ફંડ એક પેસિવ, ઇન્ડેક્સ-મિરરિંગ અભિગમ અપનાવે છે, જે સક્રિય રીતે શેર પસંદ કરવાને બદલે ઇન્ડેક્સમાં શેરોને ટ્રેક કરે છે.
Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
