મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ

સામાન્ય રોકાણકારોએ હાલના તબક્કે શું ખરીદવું…? સોના-ચાંદી કે શેર્સ/ મ્યુચ્યુઅલ ફંડ..?

મ્યુચ્યુઅલ ફંડ્સમાં અત્યારે મૂડીરોકાણ વધારવાની સુવર્ણ તક
ભારતીય શેરબજારો કરેકશન મોડમાં આવી જતાં કાગળ ઉપરનું રિટર્ન ઘટવા કે નેગિટવ દેખાવાના કારણે રોકાણકારનો મૂડ ઓફ્ફ થતો જાય છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ મૂડીરોકાણ માટે સમજણ આપ્યા પછી 10-20 વર્ષ માટે મૂડીરોકાણ કરનારા 10માંથી 8 રોકાણકારો પણ ચિંતામાં છે કે, મારી મૂડીનું શું થશે… અફવાઓની નાવડીમાં મૂડીરોકાણનો મહાસાગર પાર કરવા નીકળેલા આવા રોકાણકારો માટે એકજ સલાહ આપવાની કે, વળગ્યા રહો….
ઇરાન- યુએસએ, ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની સ્થિતિમાં અંગ્રેજીની એક કહેવત યાદ આવે છે કે…
યુદ્ધનો એક નિયમ છે કે, Avoid what is strong and attack what is weak……. અર્થાત્ મજબૂત છે તેની ઉપર ધ્યાન ના આપો

મજબૂત છે તેની ઉપર ધ્યાન ના આપોઃ સોના-ચાંદી મજબૂત છે….
ડિસેમ્બર25થી માર્ચ26 સુધીમાં સોનામાં રૂ. 23000 અને ચાંદીમાં રૂ. 24000નો ઉછાળો નોંધાયો છે. તે જોઇને સામાન્ય રોકાણકારો સોના-ચાંદીની ચમકથી અંજાઇ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, મૂડીરોકાણ મર્યાદા તમને આ કિંમતથી ધાતુઓમાં મૂડીરોકાણથી દૂર રહેવા સમજાવે છે. છેલ્લા એક વર્ષમાં સોનાની કિંમત રૂ.27 હજાર વધી ગઈ છે. જ્યારે ચાંદી પણ રૂ.39 હજાર રૂપિયા મોંઘી થઈ છે. ગુજરાતીમાં કહેવત છે કે, જે ચડે છે તે પડે છે… અને પડ્યા પછી પણ જે પ્રયાસો કર્યે રાખે છે તે ફરી ચડે છે…. ચાલો આપણે બે ઉદાહરણ જોઇએ…
ડિસેમ્બર-25થી માર્ચ-26 સુધીમાં સોનામાં 23000 અને ચાંદીમાં 24000નો ઉછાળો
| તારીખ | સોનું | ચાંદી |
| 31 ડિસેમ્બર 2025 | ₹1,33,195 | ₹2,30,420 |
| 20 જાન્યુઆરી 2026 | ₹1,47,409 | ₹3,09,345 |
| 10 ફેબ્રુઆરી 2026 | ₹1,56,255 | ₹2,59,100 |
| 28 ફેબ્રુઆરી 2026 | ₹1,59,097 | ₹2,66,700 |
| 17 માર્ચ 2026 | ₹1,56,042 | ₹2,54,028 |
સોના-ચાંદીમાં આટલાં ઊંચા ભાવો અને આટલી મોટી વોલેટિલિટી જોતાં મહિને રૂ. 1000થી રૂ. 25000 સુધીની મૂડીરોકાણ મર્યાદા હોય તો તમારે સોના-ચાંદીમાં હાથ નાખવો જોઇએ…. ..?

પરંતુ જે નબળું છે તેની ઉપર હુમલો કરોઃ શેરબજારો અત્યારે નબળા છે
ડિસેમ્બર-25થી માર્ચ-26 સુધીમાં સેન્સેક્સ 12210 પોઇન્ટ તૂટ્યો
| Month | Open | High | Low | Close |
| Dec 25 | 86,065.92 | 86,159.02 | 84,150.19 | 85,220.60 |
| Jan 26 | 85,255.55 | 85,883.50 | 81,088.59 | 82,269.78 |
| Feb 26 | 82,388.97 | 85,871.73 | 79,899.42 | 81,287.19 |
| Mar 26 | 78,543.73 | 80,632.55 | 73,949.76 | 74,532.96 |
સેન્સેક્સ ઓલટાઇમ હાઇથી અત્યારસુધીમાં 12210 પોઇન્ટ એટલેકે આશરે 14 ટકા તૂટ્યો છે અને હજી વધુ 2-5 ટકા ઘટી શકે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી મારફત 10-20 વર્ષ માટે મૂડીરોકાણ કરનારા રોકાણકારો એ ભૂલી જાય છે કે, જેમ જેમ શેરબજાર ઘટે તેમ તેમની ખરીદ કિંમત એટલે કે, એનએવી નીચી જતી જાય છે. અર્થાત્ ખરીદ કિંમત ઘટતી જાય છે. શેરબજારોનો 1991થી અત્યારસુધીનો ઇતિહાસ ચકાસો તો જોવા મળશે કે, તેજી કે મંદી કાયમી નથી રહ્યા. તે મુજબ આ મંદી પણ ક્યાંક તો અટકશે જ. વર્ષે બે વર્ષે તો પણ એસઆઇપી કરનારો વર્ગ તો ફાયદામાં જ રહેશે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી કન્ટિન્યૂ કરો અથવા મૂડીરોકાણ વધારો
ત્રણ દિવસ પહેલાં જ એક રોકાણકાર મિત્રનો ફોન આવ્યો કે, મેં ઇક્વિટી ફંડમાં રૂ. એક લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે વ્યાજબી છે…? મેં જવાબ આપ્યો કે, રિટર્નનો ગ્રાફ ઊંચે લઇ જવામાં તમે ખૂબજ ડહાપણનું કામ કર્યું છે. હાલના સંજોગોમાં રોકાણકાર મિત્રોને એક જ સલાહ આપવાની કે, જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છતાં હોય તો શ્રેષ્ઠ સમય છે. માટે હવે પછીથી જેમ જેમ
શેરબજાર નબળું પડતું જાય તેમ તેમ મૂડીરોકાણ વધારતાં જાવ. કારણકે ઊંચા બજારમાં પ્રોફીટ ઓછો અને જોખમ વધુ હોય છે. પરંતુ નીચા બજારમાં જોખમ ઓછું અને પ્રોફીટ વધુ મળતો હોય છે તે અનુભવે સમજાયું છે. શેરબજારો સાયક્લિકલ મૂવમેન્ટથી ચાલતાં હોય છે. તેથી આ સાયકલ પણ ટૂંક સમયમાં ક્યાંક તો અટકશે તે નક્કી છે. માટે સ્ટે ઇન્વેસ્ટેડ… ઓલ ધ બેસ્ટ!!!
SIP રોકાણકાર માટે આ ખરાબ સમાચાર નથી.
| 👉 બજાર ઘટે એટલે NAV ઘટે | 👉 NAV ઘટે એટલે ઓછી કિંમતે વધુ યુનિટ્સ મળે | 👉 લાંબા ગાળે એવરેજ ખરીદ કિંમત ઘટે |
આ જ SIPની સાચી શક્તિ છે.
ઇતિહાસ શું કહે છે?
1991 પછીના ભારતીય શેરબજારના ઇતિહાસમાં એક વાત સ્પષ્ટ છે:
| તેજી કાયમી નથી | મંદી પણ કાયમી નથી | લાંબા ગાળે બજારની દિશા ઉપર રહી છે |
હવે શું કરવું? — Continue અથવા Increase Investment
હાલના સંજોગોમાં રોકાણકારો માટે મુખ્ય માર્ગદર્શન:
| ✅ SIP ચાલુ રાખો | ✅ શક્ય હોય તો રોકાણ વધારો |
| ✅ એકસાથે મોટું રોકાણ ટાળો | ✅ તબક્કાવાર ખરીદી કરો |
નીચા બજારમાં સામાન્ય રીતે:
| જોખમ ઘટે છે ભવિષ્યના રિટર્નની સંભાવના વધે છે | શેરબજાર સાયક્લિકલ છે. દરેક મંદી પછી નવી તેજી શરૂ થઈ છે |
માટે લાંબા ગાળાના રોકાણકારો માટે સૌથી મહત્વની સલાહ: Stay Invested. Stay Disciplined. Stay Patient.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, NIKKEI, USA, CHINA, MAXICO, CANADA, DUTY, DOWJONES, NASDAQ, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS,
