મુંબઈ એરપોર્ટ: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ઇન-ટર્મિનલ વાણિજ્ય સેવાનો આરંભ
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૬: હવાઇ મુસાફરીની ઝડપમાં ભૂલી જવાતા ચાર્જર, નાસ્તો કે પાણીની બોટલ જેવી મહત્વની ચીજોની સમસ્યાનો હવે વિકલ્પ પ્રવાસીઓને ઉપલબ્ધ થયો છે.
ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) એ ઝડપી વાણિજ્યક સેવાઓ પૂરી પાડતી ભારતની અગ્રણી કંપની બ્લિંકિટના સહયોગમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) ખાતે ભારતની સર્વ પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ કર્યો છે. આ સેવા હવે ટર્મિનલ બે ના સ્થાનિક પ્રસ્થાનો પર ઉપલબ્ધ છે, જે એપ્લિકેશન-આધારિત એરપોર્ટમાં સીધી જ ડિલિવરી સુનિશ્ચિત કરે છે.
મુસાફરો બ્લિંકિટ એપ્લિકેશન દ્વારા આવશ્યક વસ્તુઓનો ઓર્ડર આપીને અને ટર્મિનલની અંદર તેમના સ્થાને ઓર્ડર મુજબની વસ્તુ પહોંચાડવાની સેવા આપે છે, જેમાં બોર્ડિંગ ગેટ, લાઉન્જ, ફૂડ કોર્ટ અને પસંદગીના સહયોગી આઉટલેટનો સમાવેશ થાય છે. તાલીમબધ્ધ ઓન-ગ્રાઉન્ડ કર્મચારીઓ દ્વારા ડિલિવરી કરવામાં આવે છે, પરિણામે મુસાફરીના સમયની આપાધાપીમાં ખલેલ પહોંચાડ્યા વિના સીમલેસ અને સુરક્ષિત અનુભૂતિ સુનિશ્ચિત કરે છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિજિટલ સેવાઓ એરપોર્ટ પર ઉપલબ્ધ સેવાઓના સુખદ અનુભવમાં વૃધ્ધિ કેવી રીતે કરી શકાય તેની અદાણી એરપોર્ટ્સ ફરીથી કલ્પના કરી રહ્યું છે. ટર્મિનલમાં એપ્લિકેશન-આધારિત સુવિધા ઉમેરવાના કારણે પ્રવાસીઓ પોતાના સમયનો વધુ સદુપયોગ કરી શકે છે અને એકંદર સેવાના ધોરણમાં વધારો થાય છે. વધુ પ્રતિભાવશીલ અને મુસાફરો-કેન્દ્રિત એરપોર્ટ બનાવવાની દિશામાં આ એક પગલું હોવાનું ઉમેર્યું હતું.
આ ઓફરમાં ટ્રાવેલ એસેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, નાસ્તા, પુસ્તકો, બાળકની સંભાળ અને વ્યક્તિગત આવશ્યક ચીજવસ્તુઓ શામેલ છે. પેકેજ્ડ પાણી, ઠંડા પીણા અને જ્યુસ જેવા માન્ય પીણા એરપોર્ટની સુરક્ષાના પ્રોટોકોલ અનુસાર મંજૂર થયેલ ઇન-ટર્મિનલ ઇન્વેન્ટરીમાંથી મેળવવામાં આવે છે.
આ પહેલ બ્લિંકિટ માટે ઝડપી વાણિજ્યને ઉંચી વારંવાર હેરફેર, ઉચ્ચ-ઉદ્દેશયુક્ત વાતાવરણને વિસ્તારી ઓનલાઈન સેવા અપનાવવા અને ગ્રાહકોના પ્રવેશને વધુ ઊંડાણથી આગળ વધારે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ ડિજિટલી સક્ષમ રિટેલ મારફત બિન-એરોનોટિકલ વૃદ્ધિને ખોલતી વખતે મુસાફરોની સુવિધામાં અવનવી ઉપયોગી સેવા ઉમેરવા માટેના વ્યૂહાત્મક દબાણને પ્રતિબિંબિત કરે છે.
ઉપરાંત આ સેવા એરપોર્ટ રિટેલમાં સુલભ અને પોષણ ક્ષમતાનું એક નવું સ્તર પણ લાવે છે, જે મુસાફરોના સમય અને સ્થાનની લાક્ષણિક મર્યાદાઓ વિના વધુ પસંદગીની મોકળાશ આપે છે.
ટર્મિનલ બે ઉપર મુસાફરોના આવાગમનની ઉંચી સંખ્યાને લક્ષમાં રાખી કરવામાં આવી રહેલી આ પહેલ મુસાફરોની સફરમાં એક પરિચિત અંતરને ધ્યાને લઇ જરૂરિયાતના સમયે આવશ્યક વસ્તુઓની પહોંચને સક્ષમ બનાવે છે.
આ એરપોર્ટના પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ આ સવલત કંપનીના ટેકનોલોજી-આધારિત અને મુસાફરો-કેન્દ્રિત એરપોર્ટ બનાવવા માટેના આયામો સાથે સુસંગત છે, જે સુવિધા, સુલભતા અને સીમલેસ ડિજિટલ અનુભવો મુસાફરીને આહલાદક બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
