ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના ઈન્ફર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમનો લાભ લેવાશેસી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત રીતે ગ્રામીણ ભારતમાં ‘સાયબર સખીઓ’ને સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ આપી સશક્ત બનાવશેઇ-સેફહરનો ઉદ્દેશ્ય આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતમાં 10 લાખ મહિલાઓ સુધી પહોંચીને સાયબર સુરક્ષિત ડિજિટલ સમાવેશ માટે જેન્ડર રિસ્પોન્સિવ અને કોમ્યુનિટી સંચાલિત મોડેલ તૈયાર કરવાનો છે

નવી દિલ્હી, 14 એપ્રિલ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની વૈજ્ઞાનિક સંસ્થા સી-ડેક, હૈદરાબાદ દ્વારા ગઇકાલે ‘ઇ-સેફહર’ (e-safeHer) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એક સાયબર સુરક્ષા જાગૃતિ માટેનો તાલીમ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ સાથે સહભાગી થવા માટે સક્ષમ બનાવવાનો છે.

આ પહેલ ભારત સરકારના એમ.ઇ.આઇ.ટી.વાય.ના ઈન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમ હેઠળ સી-ડેક, હૈદરાબાદ દ્વારા સંચાલિત છે, જે તાલીમ સામગ્રી અને કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવશે. રિલાયન્સ ફાઉન્ડેશન ખાસ કરીને મહિલાઓના સ્વ-સહાય જૂથો (SHG) દ્વારા સમગ્ર ભારતમાં ગ્રામીણ સમુદાયોમાં આ તાલીમના પ્રસારને વેગ આપશે.

સાયબર સુરક્ષા જાગૃતિ અંગે સી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન વચ્ચેના આ વ્યૂહાત્મક જોડાણમાં સુવ્યવસ્થિત તાલીમ અને સમુદાય આધારિત હસ્તક્ષેપનો સમાવેશ થાય છે. આ પહેલના લોન્ચિંગ પ્રસંગે બોલતા ભારત સરકારના MeitYના સેક્રેટરી શ્રી એસ. ક્રિષ્નન (IAS)એ જણાવ્યું હતું કે, ભારત સરકાર એક ‘સાયબર સુરક્ષિત ભારત’ બનાવવા માટે દેશના ખૂણે ખૂણે પહોંચવાની ક્ષમતા, સહયોગ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકી રહી છે, એવા યુગમાં ઇ-સેફહર એક રોમાંચક તક છે. આ કાર્યક્રમ દ્વારા અમે MeitYના ઇન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમના અભ્યાસક્રમ અને જ્ઞાનને એક મંચ પર લાવીશું.

રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં ગ્રામીણ મહિલાઓ પહેલાં કરતાં વધુ ઝડપથી ઓનલાઈન આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન માત્ર મહિલાઓના ડિજિટલ સમાવેશને વેગ આપવા માટે જ નહીં, પરંતુ  તેઓ સુરક્ષિત રહે તે માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. અમને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)અને સી-ડેક સાથે ભાગીદારી કરીને ‘ઇ-સેફહર’ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ પૂરી પાડતા આનંદ થાય છે. આ પહેલ દ્વારા અમારું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં ગ્રામીણ ભારતમાં 10 લાખ સાયબર સખીઓને સશક્ત બનાવવાનું છે.

તબક્કાવાર અભિગમ સાથે મધ્યપ્રદેશ અને ઓડિશામાં સાયબર સખીઓની તાલીમથી શરૂઆત કરીને આ પહેલને વિવિધ ભાગીદારોના સહયોગથી 2029 સુધીમાં 10 લાખ મહિલાઓ સુધી લઈ જવામાં આવશે.

MeitYના રાષ્ટ્રીય સાયબર સુરક્ષા માળખા, સી-ડેકની તકનીકી કુશળતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સમુદાય સંચાલિત ડિલિવરી મોડેલને જોડીને ઇ-સેફહર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ગ્રામીણ ભારતની મહિલાઓ માત્ર ડિજિટલ રીતે જ જોડાય નહીં, પરંતુ ડિજિટલ રીતે સુરક્ષિત પણ બને.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)