વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી

અમદાવાદ, ૧૪ એપ્રિલ: વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા તુષાર ત્રિપાઠીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં તેઓ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે કાર્યરત હતા, જ્યાં પ્લાન્ટ, ઉત્પાદન અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરતા હતા. તેઓ છેલ્લા 17 વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે.
વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ આ નિમણૂકને આવકારતા જણાવ્યું કે, ‘તુષાર ત્રિપાઠી ઘણા વર્ષોથી અમારી લીડરશિપ ટીમનો અભિન્ન હિસ્સો રહ્યા છે. તેમની ઊંડી ઓપરેશનલ સમજ, પ્રતિબદ્ધતા અને સંતુલિત નેતૃત્વ શૈલી તેમને વાઘ બકરીને વિકાસના આગામી તબક્કામાં આગળ વધારવા માટે આદર્શ પસંદગી બનાવે છે.’
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
