સતત છઠ્ઠા ક્વાર્ટરમાં 200 મિલિયન ડોલરની મોટી ડીલના બુકિંગએન્જિનિયરિંગ ઇન્ટેલિજન્સ, કોર સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે SWC બિઝનેસમાં હિસ્સો વેચ્યોશેર દીઠ રૂપિયા 40ના અંતિમ ડિવિડન્ડનો પ્રસ્તાવ

મુંબઈ, 24 એપ્રિલ: L&T ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડે 31 માર્ચ, 2026ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ માટે તેના પરિણામો જાહેર કર્યા હતા.

નાણાકીય વર્ષ 2026 માટેની હાઈલાઈટ્સ:નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરની હાઇલાઇટ્સ:
આવક રૂપિયા 1,09,959 મિલિયન, 14%ની વૃદ્ધિઆવક રૂપિયા 28,579 મિલિયન, વાર્ષિક ધોરણે 8.3% અને ત્રિમાસિક ધોરણે 2.5%ની વૃદ્ધિ
USDમાં આવક 1,233 મિલિયન ડોલર, 8.3%ની વૃદ્ધિડોલરમાં આવક 306 મિલિયન ડોલર, વાર્ષિક ધોરણે 0.3%ની વૃદ્ધિ
EBIT માર્જિન 14.5%EBIT માર્જિન 15.2%
ચોખ્ખી આવક રૂપિયા 12,818 મિલિયન, 7.4%ની વૃદ્ધિ ચોખ્ખીઆવક રૂપિયા 3,467 મિલિયન, વાર્ષિક ધોરણે 23.6% અને ત્રિમાસિક ધોરણે 8.9%ની વૃદ્ધિ

LTTSની નાણાકીય વર્ષ 2026ની TCV મોટા ડીલનું બુકિંગ 850 મિલિયન ડોલરને વટાવી ગયું છે. કંપનીએ તેની મોટી ડીલની ગતિને જાળવી રાખી છે, જે સતત છઠ્ઠા ક્વાર્ટરમાં 200 મિલિયન ડોલર TCVમાં પરિવર્તિત થઈ છે. જેમાં 75 મિલિયન ડોલરની એક ડીલ, 20 મિલિયન ડોલરથી વધુ મૂલ્યની બે ડીલ, 15 મિલિયન ડોલરની એક ડીલ અને 10 મિલિયન ડોલરથી વધુ મૂલ્યની ત્રણ ડીલનો સમાવેશ થાય છે.

L&Tટેક્નોલોજી સર્વિસિઝ લિમીટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ચઢ્ઢાએ જણાવ્યું હતું કે,“આગામી 5 વર્ષોમાં વ્યવસાયના પરિદ્રશ્ય અને ટેકનોલોજીમાં પરિવર્તનની અપેક્ષા સાથે, અમે ભવિષ્યલક્ષી ટેકનોલોજી દ્વારા સંચાલિત નફાકારક વૃદ્ધિ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમારા પોર્ટફોલિયોને પુનર્ગઠિત કર્યો છે. અમારી સતત કામગીરીએ (હિસ્સો વેચ્યો છે તે બિઝનેસને બાદ કરતાં) નાણાકીય વર્ષ 2026માં 8.3%ની વૃદ્ધિ સાથે 1,233 મિલિયન ડોલરની આવક નોંધાવી છે.

અમે AI પેટન્ટમાં 235ના આંકને વટાવી દીધો છે, જેનાથી અમારા કુલ પેટન્ટનો પોર્ટફોલિયો 1,700થી વધુ થઈ ગયો છે. અમારી 5-વર્ષની લક્ષ્ય 31-યોજનાના ભાગરૂપે, અમે આગામી પાંચ વર્ષમાં 13-15%નો CAGR હાંસલ કરવા માગીએ છીએ. અમે માનીએ છીએ કે અમારી મજબૂત મુખ્ય ક્ષમતાઓ અને અમલીકરણમાં શિસ્તની મદદથી ઉદ્યોગ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ હાંસલ કરવાનું ચાલુ રાખીશું,”

માનવ સંસાધન: નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરના અંતે, LTTSના કર્મચારીઓની સંખ્યા 23,830 હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)