એનએફઓ 23 એપ્રિલ, 2026ના રોજ ખુલશે અને 7 મે, 2026ના રોજ બંધ થશે

મુંબઈ, 24 એપ્રિલ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્કો ઈન્ડિયા BSE SENSEX ઇન્ડેક્સ ફંડ (એક ઓપન એન્ડેડ સ્કીમ, જે BSE SENSEX ઇન્ડેક્સને અનુસરે છે/ટ્રેક કરે છે) અને ઇન્વેસ્કો ઈન્ડિયા NIFTY BANK INDEX ફંડ (એક ઓપન એન્ડેડ સ્કીમ, જે NIFTY BANK INDEXને અનુસરે છે/ટ્રેક કરે છે) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ્સ રોકાણકારોને ભારતના મુખ્ય ઇક્વિટી અને બેંકિંગ ક્ષેત્રમાં પેસિવ રોકાણના વિકલ્પો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

ઇન્વેસ્કો ઈન્ડિયા BSE SENSEX ઇન્ડેક્સ ફંડ BSE SENSEX ઇન્ડેક્સની રચનાને અનુરૂપ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીમાં પેસિવ રીતે રોકાણ કરશે, જેમાં ટ્રેકિંગ એરર લાગુ પડશે. ભારતના સૌથી વધુ અનુસરાતા ઇક્વિટી બેન્ચમાર્કમાંનો એક BSE SENSEX દેશની 30 સૌથી મોટી, નફાકારક અને વિવિધ ઉદ્યોગોમાં આગેવાન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. લાંબા સમયથી વિશ્વસનીય ટ્રેક રેકોર્ડ ધરાવતા આ ઇન્ડેક્સે ભારતના લાંબા ગાળાના આર્થિક વિકાસ સાથે હંમેશા નજીકનો સંબંધ જાળવી રાખ્યો છે, જેના કારણે રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં સરળ, પારદર્શક અને ખર્ચ અસરકારક રીતે ભાગ લેવા તક મળે છે.

આ સ્કીમ BSE SENSEX ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ઇન્ડેક્સમાં દર્શાવેલ જ વેઇટેજ મુજબ રોકાણ કરશે, જેથી શક્ય તેટલો ઓછો ટ્રેકિંગ એરર રાખીને બેન્ચમાર્ક ઇન્ડેક્સને અનુસરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ઇન્વેસ્કો ઈન્ડિયા NIFTY BANK INDEX ફંડ NIFTY BANK INDEXની રચનાને અનુરૂપ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીમાં પેસિવ રોકાણ કરશે, જેમાં ટ્રેકિંગ એરર લાગુ પડશે. NIFTY BANK INDEXમાં ભારતની અગ્રણી બેંકિંગ સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં ખાનગી અને સરકારી ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે, અને આ સેગમેન્ટ દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સ્કીમ પેસિવ રોકાણની રણનીતિ અપનાવશે અને NIFTY BANK INDEXમાં સમાવિષ્ટ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીમાં ઇન્ડેક્સ મુજબના જ વેઇટેજમાં રોકાણ કરશે, જેમાં ઓછો ટ્રેકિંગ એરર જાળવવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ અભિગમ રોકાણકારોને બેંકિંગ ક્ષેત્રમાં કેન્દ્રિત એક્સપોઝર આપે છે, સાથે સાથે સ્થાપિત બેંકિંગ સંસ્થાઓમાં ડાયવર્સિફિકેશનનો લાભ પણ આપે છે.

ભારતનું અનુકૂળ મેક્રોઇકોનોમિક વાતાવરણ, મજબૂત આંતરિક વપરાશ, વસ્તીવિષયક લાભ, નીતિ સુધારાઓ અને ઊંડા થતા નાણાંકીય બજારોના આધાર સાથે, લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે મજબૂત પાયો પૂરો પાડે છે. ઇન્વેસ્કો ઈન્ડિયા BSE SENSEX ઇન્ડેક્સ ફંડ અને ઇન્વેસ્કો ઈન્ડિયા NIFTY BANK INDEX ફંડ બંને મળીને રોકાણકારોને પેસિવ રોકાણ દ્વારા ભારતના લાંબા ગાળાની વિકાસની તકોમાં પારદર્શક અને ખર્ચ અસરકારક રીતે ભાગ લેવા સક્ષમ બનાવે છે. આ બંને ફંડનું સંચાલન અભિષેક બાહિનીપતિ દ્વારા કરવામાં આવશે.

બંને સ્કીમ્સ માટે એનએફઓ દરમિયાન ન્યૂનતમ લમ્પસમ રોકાણ રકમ રૂ. 100 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે. એસઆઇપી માટે બંને સ્કીમ્સમાં દૈનિક (ન્યૂનતમ રૂ. 20, ફક્ત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ), સાપ્તાહિક (ન્યૂનતમ રૂ. 100), માસિક (ન્યૂનતમ રૂ. 100) અને ત્રિમાસિક (ન્યૂનતમ રૂ. 300) ફ્રિકવન્સી ઉપલબ્ધ રહેશે, અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારો પાસેથી કોઈ એક્ઝિટ લોડ લેવામાં નહીં આવે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)