Pavagadhi Shah& Asso. અને Doshi RC& Co. (DRC)CA ફર્મ્સનું Manubhai& Shah LLP સાથે વિલય


અમદાવાદ, 2 જુલાઇ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના અવસર પર, પાંચ દાયકાની પરંપરા ધરાવતી ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ફર્મ Manubhai & Shah LLP એ આજે અમદાવાદ સ્થિત Pavagadhi Shah & Associates અને પુણે સ્થિત, ચાર દાયકાની પરંપરા ધરાવતી અકાઉન્ટિંગ અને એડવાઇઝરી ફર્મ Doshi R C & Co. (DRC) – બન્ને નું Manubhai & Shah LLPમાં વિલયની જાહેરાત કરી છે. આ ઇન્ટિગ્રેશન્સ સાથે Manubhai & Shah LLP હવે 1,900થી વધુ વ્યાવસાયિકોની મજબૂત ટીમ સાથે 2,000-કર્મચારીના માઇલસ્ટોન તરફ સ્થિર ગતિએ આગળ વધી રહી છે.

આ વિલય Manubhai & Shah LLPની દીર્ઘકાલીન વૃદ્ધિ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને ઑડિટ, Taxation, Advisory, Regulatory અને Business Consulting Services જેવા વિવિધ વર્ટિકલ્સમાં સંયુક્ત ફર્મની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે.

વિલય અંગે પ્રતિભાવ આપતાં Manubhai & Shah LLP ના Co-Managing Partner Kaushik Patel એ જણાવ્યું: “અમે અમારી પાંચ દાયકાની લેગેસી પર આગળ નિર્માણ કરતા રહીએ છીએ ત્યારે આ વિલય અમારા સ્ટ્રેટેજિક ગ્રોથ જર્નીમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Co-Managing Partner Kshitij Patel એ ઉમેર્યું: “Professional Services Landscape માં ટેક્નોલોજિકલ Innovation, બદલાતા રેગ્યુલેશન્સ અને વધતી ક્લાયન્ટ અપેક્ષાઓને કારણે ઝડપી પરિવર્તન આવી રહ્યું છે.

આ વિલય અંગે પુણે સ્થિત Doshi R C & Co. ના Founder CA Rajkumar Doshiએ જણાવ્યું: “લગભગ ચાલીસ વર્ષોથી અમારી ફર્મ વ્યાવસાયિક ઉત્તમતા અને જ્ઞાન તથા નૈતિક વ્યવસાયિક પ્રથાઓ દ્વારા લાંબા ગાળાના ક્લાયન્ટ સંબંધો માટે પ્રતિબદ્ધ રહી છે.”

CA Palak Pavagadhiએ જણાવ્યું: “Manubhai & Shah LLPની મજબૂત લેગેસી, ક્લાયન્ટ-સેન્ટ્રિક અભિગમ અને ભવિષ્યદ્રષ્ટિ અમારી ક્લાયન્ટ્સને અર્થપૂર્ણ મૂલ્ય આપવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)