સ્ટૉલવર્ટ પીપલ સર્વિસીસે રૂ.150 કરોડના આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું
અમદાવાદ, 2 જુલાઇઃ તમિલનાડુમાં મુખ્યમથક ધરાવતી સિક્યોરિટી સર્વિસીસ, ફેસિલિટી મેનેજમેન્ટ અને સ્ટાફિંગ સર્વિસીસ પૂરી પાડતી કંપની સ્ટૉલવર્ટ પીપલ સર્વિસીસ લિમિટેડે આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
ડીઆરએચપી મુજબ, પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 150 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત પ્રમોટર વેચાણકર્તા શેરધારકો ક્રિસ્ટોફર અરવિંથ અને કેરોલિન મેન્ડેઝ દ્વારા 52,64,151 સુધીના ઇક્વિટી શેરોની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) નો સમાવેશ થાય છે.
સ્ટૉલવર્ટ પીપલ સર્વિસીસ લિમિટેડ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ રૂ. 65 કરોડની કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા, રૂ. 40 કરોડના કેટલાક બાકી રહેલા ધિરાણની સંપૂર્ણ અથવા આંશિક પૂર્વચુકવણી અથવા ચુકવણી કરવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
વર્ષ 2003માં સ્થાપિત સ્ટૉલવર્ટ એક બિઝનેસ સર્વિસ પ્રોવાઇડર છે, જે એક જ છત્ર હેઠળ સિક્યોરિટી સર્વિસીસ, ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ અને સ્ટાફિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. 30 એપ્રિલ, 2026ની સ્થિતિએ કંપની પાસે 25,070 કર્મચારીઓની ટીમ હતી અને તે 23 રાજ્યો, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો તથા મધ્ય પૂર્વના બે દેશોમાં 1,099 ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી રહી હતી. સ્ટૉલવર્ટના કેટલાક અગ્રણી ગ્રાહકોમાં યસ બેન્ક, ઝેપ્ટો, પીવીઆર આઇનોક્સ, સેન્ચુરી પેનલ્સ અને જીએનઆઈટીએસ (જી. નારાયણમ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ)નો સમાવેશ થાય છે.
કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) સાથે પરામર્શ કરીને, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરતાં પહેલાં રૂ. 22.5 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર વિચાર કરી શકે છે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ થશે, તો તેમાંથી એકત્રિત થનારી રકમ ફ્રેશ ઇશ્યૂના કદમાંથી ઘટાડવામાં આવશે.
31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનાના ગાળામાં (9MFY26), કંપનીએ કામગીરીમાંથી રૂ. 474 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2023થી 47 ટકા સીએજીઆર દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો રૂ. 22.8 કરોડ રહ્યો હતો.
એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, નાણાંકીય વર્ષ 2026થી નાણાંકીય વર્ષ 2031 દરમિયાન ભારતમાં સિક્યોરિટી સર્વિસીસ માર્કેટ 11.6 ટકા સીએજીઆરથી વૃદ્ધિ પામી રૂ. 3,067.6 અબજ સુધી પહોંચવાની ધારણા છે. જ્યારે ભારતમાં ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ માર્કેટ 12.7 ટકા સીએજીઆરથી વધીને રૂ. 942.3 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે. બીજી તરફ, ભારતમાં સ્ટાફિંગ સર્વિસીસ માર્કેટ 19.9 ટકા સીએજીઆરથી વૃદ્ધિ પામી રૂ. 2,877 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
ડીઆરએચપી મુજબ, એસઆઈએસ લિમિટેડ, ટીમલીઝ સર્વિસીસ લિમિટેડ, અપડેટર સર્વિસીસ લિમિટેડ, ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડ અને કેપસ્ટન સર્વિસીસ લિમિટેડ કંપનીની લિસ્ટેડ સમકક્ષ કંપનીઓ છે. બજાજ કેપિટલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરની બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, USA, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS
