લો-કાર્બન કેમિકલ ઉત્પાદન માટે અદાણી-ડાયોક્સિકલ વચ્ચે ભાગીદારી

અમદાવાદ, 10 જુલાઈ: ભારતમાં લો-કાર્બન રાસાયણિક ઉત્પાદનને વિકાસની નવી દીશા આપવા અને તેના માપન માટે અદાણી સમૂહની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) અને રાસાયણિક ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી ફ્રેન્ચની જાણીતી સ્વચ્છ-ટેકનોલોજી કંપની ડાયોક્સીકલ દ્વારા આજે લાંબા ગાળા માટેની ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. અદાણી સમૂહના વ્યવસાયના સ્થળ પર કેપ્ચર કાર્બન ડાયોક્સાઇડ અને નવીનીકરણીય વીજળીને ઉપયોગમાં લઇને ફોર્મિક એસિડનું ઉત્પાદન કરવા માટે પાયલોટ સુવિધાથી આ પહેલનો આરંભ થશે. આ પ્રક્રીયા સફળતા અને માન્યતા મળ્યા બાદ  તેના વાણિજ્યિક ઉત્પાદન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભાગીદારોની યોજના છે. કાપડ, કૃષિ અને તેના આનુષાંગિક ઉત્પાદન સહિતના ઉદ્યોગોમાં ફોર્મિક એસિડ અને તેના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. આ પ્રકલ્પનો હેતુ કેપ્ચર કાર્બન ઉત્સર્જનને સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વડે મૂલ્યવાન ઉત્પાદનોમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય એ દર્શાવવાનો છે.

અદાણી સમૂહના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ડાયોક્સીકલની વીજળી સંચાલિત રાસાયણિક ઉત્પાદન તકનીક અને અદાણી સમૂહની સ્વચ્છ-ઊર્જા ક્ષમતાઓ, માળખાકીય પ્લેટફોર્મ અને પ્રકલ્પના કાર્યક્ષમ અમલીકરણની સિધ્ધ કુશળતા સાથે જોડે છે તે વાતનો પુરાવો ડાયોક્સીકલ સાથેની આ ભાગીદારી છે. જેનાથી ટકાઉ અને કરકસરયુકત-સ્પર્ધાત્મક રાસાયણિક ઉત્પાદન માટે એક નવું મોડેલનું નિર્માણ કરી શકાશે.

ડાયોક્સીકલના મુખ્ય કારોબારી અધિકારી અને સહ-સ્થાપક ડૉ. સારાહ લેમિસને સંપૂર્ણપણે નવીનીકરણીય વીજળી અને કેપ્ચર કાર્બન દ્વારા સંચાલિત ભારતની પ્રથમ ફોર્મિક એસિડ ઉત્પાદન સુવિધા શરૂ કરવાનું ગૌરવ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ઔદ્યોગિક સહયોગ કાર્બન જવાબદારીઓને ટકાઉ, કરકસરયુકત ખર્ચે કેવી રીતે આર્થિક સંપત્તિમાં ફેરવી શકવા ઉપરાંત સ્વચ્છ ટેકનોલોજી અને ઔદ્યોગિક સ્કેલના સંકલનથી આવશ્યક રસાયણોનું ઉત્પાદન કેવી રીતે ફરીથી આકાર આપી શકે છે તેની પ્રતીતી કરાવે છે. તેમણે કહ્યું હતું કે નવીનીકરણીય ઉર્જા, ઉત્પાદનની ક્ષમતા અને મહત્વાકાંક્ષાનું એક અનોખું સંયોજન ધરાવતા ભારતના અદાણી સમૂહ સાથે મળીને અમે ઓછા કાર્બન રાસાયણિક ઉત્પાદન માટે સ્પર્ધાત્મક અને સ્કેલેબલ  મોડેલ બનાવવાનું અમારું લક્ષ્ય છે.

પરસ્પર સહયોગથી ફોર્મિક એસિડ ઉપરાંત ઊર્જા, સામગ્રી, પેકેજિંગ અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા રસાયણોનો વ્યાપક પોર્ટફોલિયો વિકસાવવા માટેની તકો શોધવામાં આવશે. આમાંના ઘણા ક્ષેત્રો અશ્મિભૂત-આધારિત ફીડસ્ટોક્સ પર અવલંબે છે અને ઉત્સર્જન ઘટાડવા માટે વધતા દબાણનો સામનો કરે છે.

રસાયણોના ઉત્પાદન ક્ષેત્રમાં અદાણી સમૂહના વ્યૂહાત્મક પ્રવેશની આ પહેલ અદાણી સમૂહ માટે ભવિષ્યના તૈયાર વ્યવસાયોના તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરતી વખતે નવીનીકરણીય ઉર્જા અને માળખાગત સુવિધાઓમાં તેની શક્તિઓનું નિર્માણ કરે છે.

સ્વચ્છ ટેકનોલોજીમાં ભારત-યુરોપના વધતા સહયોગને પ્રતિબિંબિત કરતી આ ભાગીદારી વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા માટે વધુ ટકાઉ વિકલ્પો શોધતી હોવાના પરિણામે ભારત તેના સ્કેલ, ઔદ્યોગિક ક્ષમતાઓ અને વિપુલ પ્રમાણમાં નવીનીકરણીય ઉર્જા સંસાધનોના સમર્થન સાથે અદ્યતન ઉત્પાદન માટે એક પસંદગીનું સ્થળ બની રહ્યું છે.

આ પહેલ ટેકનોલોજી-આગેવાની હેઠળ વિકાસને પ્રોત્સાહન અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવીને ભારતના વધુ સ્પર્ધાત્મક અને ટકાઉ અર્થતંત્ર તરફના સંક્રમણને વેગ આપીને “મેક ઇન ઇન્ડિયા” અને વિકસિત ભારત ૨૦૪૭ ના બે મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય લક્ષ્યોને સમર્થન આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)