અદાણી ગ્રીન એનર્જી: Q1 રોકડ નફો ૨૮% વધી રૂ.૨૨૨૫ કરોડ
અમદાવાદ, 23 જુલાઈ: પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી (RE) કંપની, અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં કામકાજ અને નાણા વિષયક પરિણામો જાહેર કર્યા છે. સમીક્ષાના ગાળામાં ઊર્જાનું વેચાણ ક્ષમતામાં વધારાના કારણે ૩૦% વધીને ૧૩,૬૫૭ મિલિયન યુનિટ થયું છે. આ ગાળામાં ૨૦.૧ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા થઇ છે જે ગત વર્ષના સરખા ગાળાની ૧૫.૮ ગીગાવોટની તુલનામાં ૨૭% નો વધારો દર્શાવે છે. અહેવાલના સમય દરમિયાન ખાવડામાં ૧,૯૭૨ MWh2ની કમિશન્ડ BESS ક્ષમતાએ કુલ સ્થાપિત ક્ષમતાને ૩,૫૫૧ MWh2 પર પહોંચાડી છે. ભારતીય વીજ ક્ષેત્રમાં સતત પાંચમા વર્ષે કંપનીનો CRISIL ESG સ્કોર ૬૬ થી ૬૯ સુધી સુધર્યો છે.
અહેવાલના સમયમાં ઊર્જા વેચાણ વાર્ષિક ધોરણે 30% વધીને ૧૩,૬૫૭ મિલિયન યુનિટ થયું છે. વીજ પુરવઠામાંથી આવક વાર્ષિક ધોરણે ૨૯% વધીને રૂ. ૪,૨૮૦ કરોડ થઇ છે. વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૩૩% વધીને રૂ. ૪,૧૨૨ કરોડ હાંસલ કરવા સાથે ઉદ્યોગ પ્રેરીતએબિડટા માર્જિન ૯૪% પ્રાપ્ત કર્યો છે. જ્યારે વાર્ષિક ધોરણે રોકડ નફો ૨૮% વધીને રૂ. ૨,૨૨૫ કરોડ થયો છે. અદાણી ગ્રીન એનર્જી નાણાકીય વર્ષ 2030 સુધીમાં પ્રતિ કલાક ૫0,000 મેગાવોટના તેના લાંબા ગાળાના લક્ષ્યને હાંસલ કરવા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૫ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા અને પ્રતિ કલાક ૧૦,000થી વધુ BESSની ક્ષમતાની ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરવાની દીશામાં કાર્ય કરી રહી છે.
અદાણી ગ્રીન એનર્જીના મુખ્ય કારોબારી અધિકારી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે અમે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત શિસ્તબદ્ધ અમલીકરણ અને મજબૂત ગતિ સાથે કરી હોવાના કારણે કંપનીના ૨૦ ગીગાવોટના સીમાચિહ્નને વટાવવામાં સફળ થયા છીએ. ક્ષમતા વિસ્તરણ અને મજબૂત કામકાજના કારણે કંપનીએ આવક અને એબિડટામાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. આ ગાળામાં વાર્ષિક ધોરણે ઉત્પાદન ૨૭% વધીને ૨૦,૧૪૨ મેગાવોટ થયું છે. વાર્ષિક ધોરણે ૪,૩૨૭ મેગાવોટ નો ગ્રીનફિલ્ડ ઉમેરો થયો છે. આ સમય દરમિયાન ૮૪૮ મેગાવોટ ક્ષમતા વધી હતી. અદાણી ગ્રીન એનર્જી સોલ્યુશન્સે વાર્ષિક ધોરણે ૪,૩૨૭ MW ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે જેમાં ગુજરાતના ખાવડામાં ૨,૬૬૨ અને રાજસ્થાનમાં ૩૮૯ મેગાવોટ મળી કુલ ૩,૦૫૧ મેગાવોટ સૌર. તેમજ ખાવડામાં ૬૮૪ મેગાવોટ પવન ક્ષમતા અને ૫૯૨ મેગાવોટ સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. નવી ગ્રીનફિલ્ડ ક્ષમતા અને મજબૂત કામગીરીને કારણે વાર્ષિક ધોરણે ઉર્જા વેચાણ ૩૦% વધીને ૧૩,૫૭ મિલિયન યુનિટ થયું છે. ઉદ્યોગ-પ્રેરીત એબિડટા માર્જિન ૯૪% થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
