શંકેશ જ્વેલર્સનો IPO 18 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 88-93
| રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે રૂ. રૂ. 88થી રૂ. 93નો પ્રાઇઝ બેન્ડ | એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરની તારીખ 17 ઓગસ્ટ |
| બિડ/ઓફર ખુલવાની તા.18 ઓગસ્ટ | બિડ/ઓફર બંધ થવાની તારીખ 20 ઓગસ્ટ |
| બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 160 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે | રિટેઇલ રોકાણકા માટે કુલ આઇપીઓમાં 30 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે |
10 ઓગસ્ટ, 2026: શંકેશ જ્વેલર્સ લિમિટેડે મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ તેનો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ સોમવાર, 17 ઓગસ્ટ, 2026 રહેશે, જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 20 ઓગસ્ટ, 2026 રહેશે.
આ ઓફર માટે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇઝ રેન્જ રૂ. 88થી રૂ. 93 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 160 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 160 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે.
આ ઓફરમાં રૂ. 2,742 મિલિયન સુધીની કુલ રકમના 2,94,82,000 સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 930 મિલિયન સુધીની કુલ રકમના 1,00,00,000 સુધીના ઇક્વિટીની ઓફર ફોર સેલ (ઓએફએસ) નો સમાવેશ થાય છે. આ ઓએફએસમાં શેર વેચનાર શેરધારકોમાં શ્રી કાંતિલાલ ખીમરાજ જૈન દ્વારા 48,00,000 સુધીના ઇક્વિટી શેર અને શ્રી મનોજ કાંતિલાલ જૈન (collectively, the “Promoter Selling Shareholders”) દ્વારા 52,00,000 સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
શંકેશ જ્વેલર્સ લિમિટેડનું મુખ્ય મથક મુંબઈમાં છે. આ બીટુબી જ્વેલરી કંપની સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે હાથથી બનાવવામાં આવતી સોનાની જ્વેલરી અને તેમની જરૂરિયાત મુજબ જ્વેલરી તૈયાર કરવાની સેવાઓના વ્યવસાયમાં કાર્યરત છે. કંપની ડિઝાઇન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટથી લઈને તૈયાર જ્વેલરીની ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરે છે. તૈયાર જ્વેલરી સીધી ક્લાયન્ટ્સ સુધી પહોંચાડવામાં આવે છે, જેના કારણે તેમને સરળ અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા મળી રહે છે.
કંપની ત્રણ દાયકાથી વધુ સમયથી હાથથી બનાવવામાં આવતી જ્વેલરીના ક્ષેત્રમાં વારસાગત અનુભવ અને નિપુણતા ધરાવે છે. શંકેશ જ્વેલર્સ સમગ્ર ભારતમાં બીટુબી ગ્રાહકો ધરાવે છે, જેમાં જ્વેલરી ક્ષેત્રે સ્થાપિત કોર્પોરેટ અને બિન-કોર્પોરેટ કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીના ગ્રાહકોમાં જોયઆલુક્કાસ, પી. એન. ગાડગિલ એન્ડ સન્સ, કલ્યાણ જ્વેલર્સ, પી. એન. ગાડગિલ જ્વેલર્સ, મનોજ વૈભવ જેમ્સ ‘એન’ જ્વેલર્સ, નોવેલ જ્વેલ્સ (આદિત્ય બિરલા ગ્રૂપ), ભીમા જ્વેલરી મદુરાઈ, હરિ પ્રસાદ ગોપી કૃષ્ણ સરાફ પ્રા. લિ., ડી.પી. આભૂષણ, વૈશ્યરાજુ જ્વેલર્સ, ગજાનંદ જ્વેલરી માર્ટ, અરુંધતી જ્વેલર્સ, વર્મા જ્વેલર્સ અને શામ જ્વેલર્સ સહિત અન્ય ક્લાયન્ટ્સનો સમાવેશ થાય છે.
શંકેશ જ્વેલર્સે સતત કામગીરીમાંથી થતી આવકમાં વૃદ્ધિની સાથે નફાકારકતા પણ નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2026, 2025 અને 2024 દરમિયાન કંપનીએ અનુક્રમે 418, 457 અને 448 ગ્રાહકોને સેવા પૂરી પાડી હતી. આ જ સમયગાળા દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક અનુક્રમે રૂ. 16,307 મિલિયન, રૂ. 14,038 મિલિયન અને રૂ. 10,617 મિલિયન રહી હતી. આ આંકડા નાણાંકીય વર્ષ 2026માં આવકમાં વાર્ષિક ધોરણે 16.17 ટકા અને નાણાંકીય વર્ષ 2025માં 32.21 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
