એરિયન ગ્રુપે તેના GIFT સિટી ફંડ માટે શરૂઆતી રોકાણ એકત્રિત કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો

મુંબઈ, 12 ઓગસ્ટ 2026: એરિયન ગ્રુપની ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની પેટાકંપની એરિયન એસેટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ(AAMPL)એ IFSCA(ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી) રેગ્યુલેશન્સ, 2025 અંતર્ગત તેની કેટેગરી III ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(AIF) એરિયન ગ્રોથ ફંડ-GIFT સિટીના સફળ ફર્સ્ટ ક્લોઝની જાહેરાત કરી છે. વિશ્વભરમાં સૌથી વધારે નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ અને ફેમિલી ઓફિસથી પ્રાપ્ત થયેલ શાનદાર પ્રતિસાદને લીધે આ ફંડને 60 મિલિયન ડોલરના ટાર્ગેટેડ ભંડોળ(જેમાં 20 મિલિયન ડોલર અને 40 મિલિયન ડોલરના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ થાય છે)માંથી આશરે 30 મિલિયન ડોલરનું કમિટમેન્ટ મળ્યું છે.
જૂન 2026ના અંત ભાગમાં લોંચ થયેલ એરિયન ગ્રોથ ફંડ-GIFT સિટીનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, જેને બે વર્ષ સુધી વધારવાનો વિકલ્પ પણ છે. એવી આશા છે કે આ ફંડ વર્ષ 2026-2027ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધી સંપૂર્ણપણે ફાઈનલ ક્લોઝ થઈ જશે.
આ ફંડ ભારતમાં વિવિધ પ્રકારની સિક્યોરિટીઝ પર ધ્યાન આપશે. તેમાં ભારતના સંપૂર્ણ ક્રેડિટ સ્પ્રેક્ટ્રમમાં ખાસ પરિસ્થિતિમાં વિવિધ તકોનો લાભ મેળવવો, ઈનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ(IBC) અંતર્ગત આવતા રિસોલ્યુશન્સમાં ભાગ લેવો, વન-ટાઈમ સેટલમેન્ટ અને ઓપરેટિંગ કંપનીઓ સાથે વ્યૂહાત્મક એક્ઝિટનો સમાવેશ થાય છે.
સફળ ફર્સ્ટ ક્લોઝ અંગે ટિપ્પણી કરતાં એરિયન ગ્રુપના CEO શ્રી સુરેશ ખટનહરે જણાવ્યું હતું કે, “સફળ ફર્સ્ટ ક્લોઝ અમારા માટે એક અત્યંત મહત્વની સિદ્ધિ છે અને તે ભારતના ઉભરતા સ્પેશિયલ સિચ્યુએશન્સ માર્કેટમાં રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે. એરિયન ગિફ્ટ સિટી ફંડ અમારી લાંબી અવધિની વિકાસ યાત્રામાં એક અત્યંત મહત્વનું પગલું છે. જેમ-જેમ સંસ્થાગત ભાગીદારી વધી રહી છે તેમ અમે ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી યોગ્ય તકોની ઓળખ કરીને તથા અનુશાસિત રોકાણ અભિગમના માધ્યમથી ટકાઉ વેલ્યુ પ્રદાન કરવા પર ધ્યાન આપી રહ્યાં છીએ.”
એરિયન એસેટ્સ મેનેજમેન્ટના CEO અજય મહેતાએ જણાવ્યું હતું કે, “GIFT સિટી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ માટે એક વધારે સારું પ્લેટફોર્મ આપે છે અને આ ફંડની શરૂઆત ભારતના બદલાઈ રહેલી ફાયનાન્શિયલ ઈકોસિસ્ટમમાં સામેલ થવાની અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. લોંચ થયાના એક મહિનાની અંદર જ ફર્સ્ટ ક્લોઝ હાંસ કરવાથી ભારતના સ્પેશ્યલ સિચ્યુએશન અને સ્ટ્રેસ્ડ-એસેટ ઈન્વેસ્ટમેન્ટના સેક્ટરમાં એરિયન ગ્રુપ એક અગ્રણી ખેલાડી તરીકે સ્થિતિ મજબૂત થઈ છે.”
એરિયન દ્વારા વર્ષ 2019માં AIF સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી એક મજબૂત મલ્ટી-ફંડ પ્લેટફોર્મ બન્યું છે, જેમાં કેટેગરી I અને કેટેગરી II ફંડનો સમાવેશ થાય છે. શરૂઆત થયા બાદથી એરિયને સ્પેશિય સિચ્યુએશન એસેટ્સમાં આશરે રૂપિયા 30 બિલિયનનું રોકાણ કર્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, USA, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS
