BPCL દ્વારા બિના રિફાઇનરીથી પ્રથમ એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ(XWG) ડીઝલ રેકને ફ્લેગ ઓફ કરાયું

અમદાવાદ, 17 ઓગસ્ટ : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), Fortune Global 500 કંપની અને મહારત્ન પીએસયુ, એ રાષ્ટ્રીય સેવા અને તકનીકી નવીનતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં, 17 ઓગસ્ટ 2026ના રોજ તેની બિના રિફાઇનરીથી પ્રથમ એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ (XWG) ડીઝલ રેકને ફ્લેગ ઓફ કર્યું.
XWG ડીઝલ રેકને લેફ્ટનન્ટ જનરલ મુકેશ ચઢ્ઢા, AVSM, SM, VSM, DGST, IHQ of MoD (Army) દ્વારા BPCL ના ડિરેક્ટર (માર્કેટિંગ) શુભંકર સેન, તેમજ ભારતીય સેના, ભારતીય રેલવે અને BPCLના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું.

XWG ડીઝલને BPCL દ્વારા ભારતીય સેનાને અત્યંત ઠંડી અને ઊંચાઈવાળા વાતાવરણમાં લશ્કરી વાહનો ચલાવવામાં પડતી અનોખી મુશ્કેલીનું મૂલ્યાંકન કર્યા બાદ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. BPCLના કોર્પોરેટ રિસેર્ચ એન્ડ ડેવલોપેમેન્ટ સેન્ટર (CRDC) અને બિના રિફાઇનરીએ નવીનતા અને તકનીકી પ્રગતિ દ્વારા એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ (XWG) ડીઝલના વિકાસ માટે સહયોગ કર્યો હતો.
BPCL નું XWG ડીઝલ અનેક અદ્યતન કામગીરીલક્ષી લક્ષણો ધરાવે છે, જેમાં અલ્ટ્રા-લો પોર પોઈન્ટ, લો કોલ્ડ ફિલ્ટર પ્લગિંગ પોઈન્ટ (CFPP), ઉત્તમ કોલ્ડ સ્ટાર્ટેબિલિટી, સુધારેલી ડ્રાઇવેબિલિટી, ફિલ્ડ મેઇન્ટેનન્સની જરૂરિયાતમાં ઘટાડો અને ગંભીર આબોહવાની પરિસ્થિતિઓમાં વધુ વિશ્વસનીયતાનો સમાવેશ થાય છે.
શુભંકર સેન, ડિરેક્ટર (માર્કેટિંગ), BPCL, એ જણાવ્યું હતું કે, “એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલનો સફળ વિકાસ અને પ્રથમ રેકનું ડિસ્પેચ BPCLની સંશોધન ક્ષમતાઓ, તકનીકી શ્રેષ્ઠતા અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “BPCL રાષ્ટ્રની વ્યૂહાત્મક જરૂરિયાતો સાથે સુસંગત નવીન ઊર્જા ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.”
મનોજ મેનન, બિઝનેસ હેડ (ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ કૉમર્શિઅલ સોલ્યૂશનસ), BPCL, એ જણાવ્યું હતું કે, “BPCL દેશના વ્યૂહાત્મક ક્ષેત્રો માટે વિશિષ્ટ ઊર્જા ઉકેલો પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે અને ભારતીય સશસ્ત્ર દળોને અવિરત અને વિશ્વસનીય ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરવો અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંનો એક છે.”
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
